IVF બાદ રાખો આ ધ્યાન:આલ્કોહોલથી નિષ્ફ્ળ થઇ શકે છે IVF ટ્રીટમેન્ટ, ડોક્ટર પાસેથી જાણીએ શું ખાવું જોઈએ અને શું નહીં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પતિ અથવા પત્ની કોઇ એકને સમસ્યા હોય તો બાળક થવામાં તકલીફ થાય છે, બદલાતા સમય અનુસાર લોકો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ( IVF)નો સહારો લે છે. પરંતુ IVF માટે ડાયટ પણ અગત્યની ભુ્મિકા નિભાવે છે. IVF પ્રેગ્નન્સી પહેલાં પતિ - પત્ની બંનેએ શરીરને તૈયાર કરવું પડે છે. જો થોડી પણ કાળજી લેવામાં ચુક થઇ જાય તો અનેક તકલીફનો સામનો કરવો પડે છે.

IVF અને ડાયટને એકબીજા સાથે છે ખાસ કનેકશન
છેલ્લા ઘણા વર્ષથી મધ્ય પ્રદેશનાં ભોપાલમાં આવેલી બંસલ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત ડો. દિપ્તી ગુપ્તા IVF પર કામ કરે છે. દિપ્તી કહે છે કે, મહિનામાં જેટલા પણ દર્દીઓ આવે છે તે પૈકી 15-25 % દર્દીઓ IVF માટે આવે છે.

વધુમાં ડો.દીપ્તિ કહે છે કે, કોઈ ખાસ પ્રકારના ડાયટ વિશે એવું ન કહી શકાય કે તેનાથી ઘણો ફાયદો થાય છે, પરંતુ કપલે હેલ્ધી ડાયટ અને લાઇફસ્ટાઇલ ઉપર પણ ધ્યાન આપવાની ખાસ જરૂર હોય છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ, મૂવમેન્ટ વધુ સારું રહે તે માટે ડાયટનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને મહિલાઓમાં એગની ક્વોલિટી માટે ડાયટ પર ભાર મૂકવો જરૂરી છે.

મહિલા અને પુરૂષ બંને માટે ડાયટ જરૂરી
ડો, દીપ્તિ કહે છે કે, જે પુરૂષ દરરોજ દારૂ, ધ્રુમપામ અને શરીર માટે સ્ટેરોઇડ લે છે, તે પુરૂષમાં સ્પર્મની ગુણવતા સારી હોતી નથી. સ્પર્મને કારણે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે. જો મહિલા વિશે વાત કરવામાં આવે તો છે. સફેદ બ્રેડ, કેક, રિફાઇન્ડ શુગર, ટ્રાન્સ ફેટ જેવા પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું જોઇએ. જેને ખાવાથી ઇન્સ્યુલિન વધે છે, જેનાથી એગ્સની ગુણવત્તા નબળી થઇ જાય છે. આ સિવાય મહિલાઓએ પણ પોતાના વજન પર કંટ્રોલ રાખવું પડશે, સ્થૂળતાથી પીસીઓડીની સમસ્યા થાય છે જેના કારણે ગર્ભધારણ કરવામાં તકલીફ પડે છે.

બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ કન્સલ્ટન્ટ ડો. શિલ્પાના જણાવ્યા અનુસાર, આઇવીએફથી ગર્ભધારણ કરવું એક આર્ટિફિશિયલ પ્રોસેસ છે. જેના કારણે આપણે સાવધાન રહેવાની જરૂર છે. તમે જે જમો છો તેમાંથી તમને તમારા હોર્મોન્સ, સીમેનની રચના,એગની સંખ્યા, એગની ગુણવત્તા, ગર્ભાશયના અસ્તરની ગુણવત્તા અને અન્ય પ્રજનન પ્રક્રિયાઓ પૈકી એક પરિબળ છે. આ કપલ્સ જે IVF કરાવવા માગે છે તેમના માટે ડાયટ વધારે જરૂરી બની જાય છે.

આઇવીએફ સફળ થાય તે માટે શું ખાવું જોઈએ?
આઇવીએફ પ્રક્રિયા સફળતા માટે એન્ટિ-ઇન્ફ્લેમેટરી આહાર પર આધાર રાખે છે. આ માટે પ્રોસેસ્ડ વસ્તુઓ, ફાસ્ટ ફૂડ અને ખાંડ ઓછી કરવી જોઈએ. આખા અનાજ, ફળો અને શાકભાજી અને માછલી, કઠોળ અને ઓછી ચરબીવાળા મરઘાં પણ એન્ટિ-ઇન્ફ્લેમેટરી આહારનો એક ભાગ છે. અનાજ અને બદામ ગર્ભાશયનાનું સેવન ગર્ભાશયને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. સોયા પ્રોડક્ટ્સ પણ આઈવીએફમાં બેસ્ટ છે. આ બધા જ ફૂડ આઇવીએફથી માતા બનનારી મહિલાઓએ ડોક્ટરની સલાહ લઈને ખાવા જોઈએ.

ડ્રાયફ્રૂટ્સ
નટ્સ અને ડ્રાયફ્રૂટ્સ વિવિધ પોષક તત્વોથી ભરપૂર હોય છે, નટ્સમાં રહેલા સેલેનિયમ નામના તત્વથી એગની ક્વોલિટીમાં સુધારો થાય છે. તો કોળુંના બીજમાં પણ ઝિંક ભરપૂર હોય છે સ્પર્મ કાઉન્ટમાં વધારો કરે છે. દરરોજ સવારે અને દૂધ સાથે નટ્સ અને ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ.

લીલા પાંદડાવાળા શાકભાજી
લીલા શાકભાજીમાં ફોલિક એસિડ અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે ગર્ભપાત અને આનુવંશિક અસામાન્યતાઓની સંભાવનાને ઘટાડે છે. આઈવીએફના સારા પરિણામ માટે ડાયટમાં પાલક, બ્રોકોલી, કેળા અને મેથી જેવા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. લીલા શાકભાજીનાથી સ્પર્મ કાઉન્ટમાં વધારો થાય છે.

લસણ
લસણ શરીરમાં એસ્ટ્રોજન બેલેન્સને વબરાબર રાખે છે. તો પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે. દરરોજ ડાયટમાં સામેલ કરવાથી ગર્ભપાત થવાની સંભાવના ઘટી જાય છે.

ડેરી પ્રોડક્ટ્સ
ડેરી પ્રોડક્ટ્સમાં કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર હોય છે. જે કપલ તુરંત જ ગર્ભધારણ કરવા માગતા હોય તે લોકોએ ડેરી પ્રોડક્ટ્સનું વધુ સેવન કરવું જોઇએ.

કઠોળ અને દાળ
કઠોળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને આયર્ન હોય છે. જ્યારે તમે ગર્ભધારણ કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે કઠોળનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે શરીરમાં આયર્નનું પ્રમાણ ઓછું હોવાને કારણે હેલ્ધી એગ્સ બનતા નથી.

કેળા
કેળામાં વિટામિન બી-6 ભરપૂર પ્રમાણમાં હોય છે. કેળા જાઈગોટનું નિર્માણ કરવામાં મદદ કરે છે. જયારે ફેલોપિયન ટ્યુબમાં એગ અને સ્પર્મ ફર્ટિલાઇઝ થાત છે તેને જાઈગોટ કહેવામાં આવે છે. તો કેળામાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી જે કપલ માતા-પિતા બનવા માગતા હોય તે લોકોએ કેળા અચૂક ખાવા જોઈએ.

ટમેટા
ટમેટા ખાવાથી શરીરમાં મેલાટોનિનનું લેવલ વધે છે. મેલાટોનિન શરીરમાં તણાવના હોર્મોન કોર્ટિસોલને ઘટાડવા માટે પણ જરૂરી છે. જે પુરુષોને સ્પર્મ કાઉન્ટમાં સમસ્યા હોય તે લોકોએ ટમેટાને ડાયટમાં સામેલ કરવા જોઈએ. ટમેટા એક સુપરફૂડ છે અને તેને કોઈપણ રીતે ખાઈ શકાય છે. જેમ કે ટમેટા સૂપ/ ટોમેટો પ્યુરી અથવા સલાડ રીતે ખાઈ શકો છો.

દાડમ
સ્પર્મ કાઉન્ટને વધારવા માટી દાડમ એક સારો સ્ત્રોત છે. દાડમમાં વિટામિન સી અને એન્ટી-ઓક્સીડન્ટ ભરપૂર હોય છે.

શું ન ખાવું જોઈએ?
જયારે તમે ગર્ભધારણ કરવાની કોશિશ કરો છો ત્યારે ચિપ્સ,સોડા, કેન્ડી, સોસ, હોટ્ડો અને અન્ય પેક્ડ આઈટમથી બચવું જોઈએ. પ્રોસેસ્ડ ફૂડ આઇટમ્સમાં અનપ્રોસેસ્ડ માંસ કરતાં વધુ હોર્મોનલ અવશેષો હોય છે. જે સ્પર્મને અસર કરે છે.

કાચા ઈંડા
ઈંડામાં સાલ્મોનેલા નામનો વાઇરસ હોઈ શકે છે જે ફૂડ પોઇઝનિંગઉ કારણ બની શકે છે. આ પ્રેગ્નન્સી દરમિયાન પાકેલા ઈંડા ખાવાની સલાહ આપવામાં આવે છે.

દારૂ અને ધ્રુમપાન
એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, વધુ પડતો દારૂ પીવાથી પ્રજનન ક્ષમતાને અસર થાય છે. રેડ વાઈન બહુ જ ઓછા પ્રમાણમાં લેવી જ ફાયદાકારક છે. તો ધ્રુમપાનથી પણ ખરાબ થાય છે.

ડો.દીપ્તિ જણાવે છે કે ડિલિવરી દરમિયાન અખરોટ, અળસી, સોયાબીન, કોબીજ, સાલ્મોન ફિશ, ટુના ફિશ અને ઈંડા જેવા ઓમેગા-3 ફેટી એસિડ ખાવા જોઈએ. તેઓ બાળકના સ્વાસ્થ્ય માટે સારા છે. ડિલીવરી બાદ મહિલાઓ બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.