રિસર્ચ / ડાયાબિટીસના દર્દીઓને લિવરનું કેન્સર થવાનું જોખમ વધુ હોય છે

Diabetes patients are more at risk of developing liver cancer

divyabhaskar.com

May 21, 2019, 12:50 PM IST

હેલ્થ ડેસ્કઃ એવું કહેવાય છે કે ડાયાબિટીસ એ જીવનશૈલી સાથે જોડાયેલો રોગ છે, જે નિયમિત અયોગ્ય ખોરાક ખાવાથી અને ચિંતા કરવાથી થાય છે. જો એકવાર ડાયાબિટીસ શરીરમાં ઘૂસી ગયો તો પછી અનેક બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. હવે આ વાત એક નવા અભ્યાસમાં પણ સાબિત થઈ ગઈ છે. આ અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે ટાઇપ-2 ડાયાબિટીસથી પીડાતા દર્દીઓને લિવર સાથે જોડાયેલા બે રોગો લિવર સિરોસિસ અને લિવર કેન્સર થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.


યુરોપના 1.80 કરોડ લોકોને અભ્યાસમાં સામેલ કરાયા
બીએમસી મેડિસિન નામની જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ યુરોપના ડાયાબિટીસ દર્દીઓની જ્યારે અંતિમ તબક્કામાં તપાસ કરવામાં આવી તો તેમાં લિવરથી જોડાયેલી બીમારીઓના કારણે મૃત્યુદર ખૂબ ઊંચો જોવા મળ્યો. આ અભ્યાસમાં યુરોપના 1 કરોડ 80 લાખ એવા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જેઓ ટાઇપ-2 ડાયાબિટીસથી પીડિત હતા. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ડાયાબિટીસથી પીડિત દર્દીઓએ આ જીવલેણ રોગથી બચવા માટે પોતાના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવાની જરૂર છે.


દર 6માંથી 1 વ્યક્તિમાં ગંભીર રૂપ લઈ લે છે NAFLD
નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીસ (NAFLD) પશ્ચિમી દેશોના ચોથા ભાગના લોકોને અસર કરી ગયો છે અને આ લિવર સાથે જોડાયેલો દુનિયાનો સૌથી સામાન્ય રોગ છે. લિવરનો આ રોગ સ્થૂળતા અને ટાઇપ-2 ડાયાબિટીસથી ખૂબ ગાઢ રીતે સંકળાયેલો છે. જોકે, NAFLD હાનિકારક પરિસ્થિતિ નથી. પરંતુ દર 6માંથી 1 વ્યક્તિમાં આ રોગ ગંભીર રૂપ લઈ લે છે, જેનાથી લિવર સંબંધિત ઈજા, લિવર સિરોસિસ, લિવર ફેલ્યોર અને લિવર કેન્સર થવાનું પણ જોખમ રહે છે.


આંખ, કિડની, હૃદયની સાથે લિવરની કાળજી લેવાની પણ જરૂર છે
આ અભ્યાસના એક સંશોધનકાર નવીદ સત્તરે જણાવ્યું કે, 'જે ડોક્ટરો ડાયાબિટીસથી પીડાતા દર્દીઓની સારવાર કરે છે તેમણે દર્દીની આંખો, કિડની, હૃદય રોગ જેવી ઘણી વસ્તુઓ તપાસવાની અને દેખરેખ રાખવાની જરૂર છે. પરંતુ આ અભ્યાસના પરિણામો બતાવે છે કે લિવરને પણ અવગણવું ન જોઈએ. નહીં તો લિવર સાથે જોડાયેલા ગંભીર રોગો થવાનું જોખમ રહે છે. આ ઉપરાંત, ડાયાબિટીસથી પીડાતા દર્દીઓએ આલ્કોહોલનું સેવન ઓછું કરવું જોઇએ અને વજન ઘટાડવા પર પણ ધ્યાન આપવું જોઇએ.'

X
Diabetes patients are more at risk of developing liver cancer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી