એક્ટ્રેસ દિયા મિર્ઝા અને વૈભવ રેખી આજે 15 ફેબ્રુઆરીએ પોતાની પ્રથમ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. આ અવસરે દિયાએ સોશિયલ મીડિયા પર સ્પેશિયલ નોટ લખી પતિને એનિવર્સરી વિશ કરી છે. નોટ સાથે દિયાએ પોતાના લગ્નનો અનસીન વીડિયો પણ શેર કર્યો છે.
#SunSetKeDivane
દિયાએ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું કે, 'એવા ઘણા વર્ષ હોય છે જે સવાલ પૂછતા હોય છે અને ઘણા વર્ષ જવાબ સાથે આવે છે. આ એ વર્ષ હતું જ્યારે આપણાં સપનાં પૂરા થયા અને ઘણી પ્રાર્થના પણ. હેપ્પી એનિવર્સરી વૈભવ રેખી, આપણે એક સાથે આગળ વધતા રહીએ અને જીવનની નાની પળો માણતા રહીએ. #SunSetKeDivane'
દિયાએ વધુમાં લખ્યું કે, 'આપણાં લગ્નના દિવસની ઝલક શેર કરી રહી છું. એ દિવસ જેણે પરિવાર અને ફ્રેન્ડ્સને ઘરના બગીચામાં ભેગા કર્યા. આ લગ્ન એક ટીમ દ્વારા પ્લાન કરાયા, તે ઘણા જોયફુલ અને યાદગાર રહ્યા.' દિયાએ શેર કરેલા વીડિયોમાં દિયા એકદમ ખુશ દેખાઈ રહી છે.
બંનેએ ગયા વર્ષે લગ્ન કર્યા હતા
દિયા અને વૈભવના લગ્ન 15 ફેબ્રુઆરી, 2021એ થયા હતા. લગ્નના થોડા દિવસ પછી દિયાએ સોશિયલ મીડિયા પર તેના પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા હતા. દિયાએ મે મહિનામાં દીકરા અવ્યાનને જન્મ આપ્યો. દિયા છેલ્લી વાર 'થપ્પડ' ફિલ્મમાં જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.