તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Dharmendra Anija Bought Land On Moon For His Wife On Eighth Wedding Anniversary, It Took One Year To Complete The Process

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમૂલ્ય ગિફ્ટ:અજમેરનાં ધર્મેન્દ્ર અનિજાએ આઠમી મેરેજ એનિવર્સરી પર પત્ની માટે ચંદ્ર પર જમીન ખરીદી, 1 વર્ષની મહેનત પછી પ્રોસેસ પૂરી થઈ

3 મહિનો પહેલા

ચંદ્ર પર ફરવા જવાનું સપનું જોનારા લોકોમાં રાજસ્થાનનાં અજમેર શહેરનાં ધર્મેન્દ્ર અનિજા અને તેમની પત્ની સપના અનિજા સામેલ છે. ધર્મેન્દ્રએ પોતાની આઠમી મેરેજ એનિવર્સરી પર પત્ની માટે ચંદ્ર પર જમીન ખરીદી. અમેરિકાના ન્યૂ યોર્ક શહેરની એક ફર્મ લૂનસ સોસાયટી ઇન્ટરનેશનલને આ જમીન વેચવામાં આવે છે.

​​​​​​​

ધર્મેન્દ્રએ કહ્યું કે, હું લગ્નની વર્ષગાંઠ પર પત્નીને આખી જિંદગી યાદ રહે તેવી ગિફ્ટ આપવા માગતો હતો. 24 ડિસેમ્બરે અમારી એનિવર્સરી હતી. આ અવસરે પત્નીને કાર કે કોઈ જ્વેલરી તો ઘણા લોકો આપે છે પરંતુ હું આ બધાથી હટકે ગિફ્ટ આપવા માગતો હતો. આથી મેં સપનાનાં નામની જમીન ચાંદ પર ખરીદી. જમીન ખરીદવાની આખી પ્રોસેસમાં એક વર્ષ લાગ્યું. આ કામ સાથે ધર્મેન્દ્ર ચંદ્ર પર જમીન ખરીદનારો રાજસ્થાનનો પ્રથમ માણસ બન્યો છે.

ધર્મેન્દની પત્ની સપના આ ગિફ્ટ જોઇને ઘણી ખુશ થઈ. કપલે એનિવર્સરીના દિવસે એક પ્રોફેશનલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને બોલાવી પાર્ટી રાખી હતી. ડેકોરેશન પણ ચંદ્રની થીમ પર રાખ્યું હતું. ઇવેન્ટ દરમિયાન ધર્મેન્દ્રએ તેની પત્નીને પ્રોપર્ટીના ડોક્યુમેન્ટસ અને સર્ટિફિકેટ ફ્રેમ કરાવીને આપ્યું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો