તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઝારખંડમાં રાંચીમાં રહેતી દેવિકા ભાદુડીને જ્યારે ખબર પડી કે ઓટિઝ્મ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરથી પીડિત તેની ત્રણ વર્ષની દીકરી માટે કોઈ મેડિકલ સુવિધા નથી, ત્યારે મનોમન નક્કી કર્યું કે તે ઓટિઝ્મ પીડિત બાળકો માટે કંઈક કરશે. થોડા સમયમાં તેણે પોતાના પ્રયત્નોથી ઓટ્રિટ વેલનેસ સેન્ટરની શરુઆત કરી. આ ઓટિઝ્મ દર્દીઓ માટે ઓક્યુપેશનલ અને સ્પીચ થેરપી એડ્સ છે.
દેવિકાએ કહ્યું, 2008માં મારી દીકરીને ઓટિઝ્મ બીમારી થઇ ત્યારે તેને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો કારણકે રાંચીમાં આવા બાળકો માટે મેડિકલ સુવિધા ઓછી છે. ત્યારે હું મારી દીકરીને કોલકાતા, વેલ્લોર અને બેંગલુરુ લઇ ગઈ. ત્યાં તેની થેરપી અને ટ્રીટમેન્ટ થઇ. પોતે ભોગવેલી તકલીફ જોઇને દેવિકા અને તેના પતિએ વિચાર્યું કે, એક એવા વેલનેસ સેન્ટરની શરુઆત કરવામાં આવે જ્યાં બધી સુવિધાઓ એકસાથે મળી શકે. ઓટિઝ્મથી પીડિત બાળકોના માતા-પિતાને પણ કોઈ તકલીફનો સામનો ના કરવો પડે. જો કે, આ કામ માટે તેમને વધારે રૂપિયાની જરૂર હતી.
દેવિકા અને તેના પતિએ પૈસાની વ્યવસ્થા કરી અને આ સેન્ટરની સ્થાપના કરી. અહીં ઓટિઝ્મના દર્દીઓને પહેલાં નહોતી મળતી તે બધી સુવિધાઓ મળી રહી છે. તેમને ખુશી છે કે, હવે ઓટિઝ્મના દર્દીઓને લઈને શહેરની બહાર સારવાર કરાવવા નહીં લઇ જવા પડે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.