લંડનનાં રસ્તા પર 50 હજાર રૂપિયાનો ડિઝાઈનર ડ્રેસ પહેરીને ફર્યા પછી મોડલ ચર્ચામાં છે. લોકો તેના ડ્રેસની ચર્ચા કરી રહ્યા છે. આ ડ્રેસ પર મહિલાના અંગનું 3D પેઈન્ટિંગ બનાવવામાં આવ્યું છે. તેના કારણે તેને પહેરનારે કપડાં જ નથી પહેર્યા તેવો અભાસ થાય છે. આ ડ્રેસને પ્રખ્યાત ફ્રેન્ચ ડિઝાઈનર જ્હોન પૉલ ગ્લેટિયરે રશિયન ડિઝાઈનર લોટ્ટા વોલ્કોવાની સાથે મળી તૈયાર કર્યો છે.
આવા કપડાં પહેરવાથી ન્યૂડ દેખાવ છો
ધ સન્ડે ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, લગભગ 600 યુરો એટલે કે 50 હજાર રૂપિયાથી પણ વધુ કિંમતનું આ ગાઉન પારદર્શી નથી. તેની બંને તરફ 3D પ્રિન્ટ કરવામાં આવ્યું છે, જે બિલકુલ માનવ અંગ જેવું દેખાય છે. ધ સન્ડે ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે, 35 વર્ષની બ્રિટિશ મોડલ જ્યારે તેને પહેરી લંડનના રસ્તા પર નીકળી તો ઘણા લોકોએ પોતાની આંખ બંધ કરી લીધી હતી.
અઠવાડિયામાં બધું ક્લેક્શન વેચાઈ ગયું
ફેશન બ્રાન્ડ્સમાં પ્રખ્યાત ગ્લેટિયરનું આ લિમિટેડ કલેક્શન જલ્દી વેચાઈ ગયું. લોન્ચ થયાના અઠવાડિયાની અંદર જ તે આઉટઓફ સ્ટોક થઈ ગયું. તેના ડિઝાઈનર જ્હોન પોલ ગ્લેટિયર લેડી ગાગા સહિત હોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ માટે ડ્રેસ ડિઝાઈન કરી ચૂક્યા છે. આ જ કારણ છે કે લોકો આ ડિઝાઈનને પસંદ કરી રહ્યા છે.
લોકોએ કહ્યું- પુરુષો માટે પણ આવો ડ્રેસ બનાવો
આ ડ્રેસ વિશે સોશિયલ મીડિયા પર લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. કેટલાક તેને મહિલાઓના શરીરને ‘ઓબ્જેક્ટિફાઈ’ કરવાનું કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો શરીર બતાવવું યોગ્ય છે, તો પુરુષો માટે પણ આવા કપડા બનાવવા જોઈએ. તેમજ બીજી તરફ ઘણી મહિલાઓ આ ડ્રેસના સમર્થનમાં આવી છે.
લોટ્ટા વોલ્કોવાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક મહિલા યુઝરે લખ્યું કે, ‘આ એકદમ સુંદર અને ગમી જાય તેવી ડિઝાઈન છે.’બ્રિટનની કેટલીક ફેમિનિસ્ટ એક્ટિવિસ્ટ આ મહિલાઓને કપડાં પસંદ કરવાને અધિકાર સાથે જોડીને જોઈ રહ્યા છે. તેમણે તેને 'રિવોલ્યુશન' કહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.