શૉકિંગ:રેગ્યુલર પીરિયડ્સ આવતાં હોવા છતાં મહિલા પ્રેગ્નન્ટ થઈ, આકસ્મિક ટેસ્ટ દરમિયાન છઠ્ઠા મહિને પ્રેગ્નન્સીની જાણ થતાં ચોંકી ગઈ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો
  • નાઈડિયા માર્ટિઝા નામની મહિલા સાથે આ શૉકિંગ ઘટના બની
  • તે બર્થ કન્ટ્રોલ દવા લેતી હોવા છતાં પ્રેગ્નન્ટ થઈ

પ્રેગ્નન્સીના સમાચાર દરેક માતા માટે એક ખુશખબર હોય છે પરંતુ જો આ ખુશીના સમાચાર છેક છઠ્ઠા મહિને મળે તો! નાઈડિયા માર્ટિઝા નામની મહિલા સાથે આવું જ થયું આ મહિલા રેગ્યુલર પીરિયડ્સમાં થતી હતી પ્રેગ્નન્સીના છ-છ મહિના સુધી તેને એક પણ લક્ષણો ન જણાયાં. અચાનક એક વખત પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો અને તે પોઝિટિવ આવતા નાઈડિયાની આંખો ચાર થઈ ગઈ.

નાઈડિયા જણાવે છે કે તે બર્થ કન્ટ્રોલ દવાઓ લઈ રહી હતી તેને રેગ્યુલર પીરિયડ્સ પણ આવતા હતા. તેને પ્રેગ્નન્સીના કોઈ લક્ષણો જણાયાં નહોતા.

પ્રેગ્નન્સીના બીજા મહિને ફ્લેટ ટમી સાથે નાઈડિયા
પ્રેગ્નન્સીના બીજા મહિને ફ્લેટ ટમી સાથે નાઈડિયા

આ કારણે ટેસ્ટ કર્યો

6-6 મહિના સુધી મહિલાને જાણ જ ન થઈ કે તે ગર્ભવતી છે. કારણ કે તેના પેટના આકારમાં કોઈ ફેરફાર જણાતો નહોતો. એક દિવસ તેની બેસ્ટ ફ્રેન્ડ અને બહેને નાઈડિયાને જણાવ્યું કે તે જરાક અલગ લાગી રહી છે. આ વાતને સિરીયસલી લઈ નાઈડિયાએ પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો અને રિઝલ્ટ જોઈ તેની આંખો ચાર થઈ ગઈ.

પ્રેગ્નન્સીની વાત છૂપાવી

પ્રેગ્નન્સીના નવમા મહિને ફૂલી ગયેલું પેટ
પ્રેગ્નન્સીના નવમા મહિને ફૂલી ગયેલું પેટ

છઠ્ઠા મહિને પ્રેગ્નન્સીની વાત ખબર પડતાં મહિલાએ આ વાત તદ્દન ગુપ્ત રાખવાનો નિર્ણય લીધો. તેની ફેમિલી અને ગણતરીના મિત્ર સિવાય આ વાત કોઈને ખબર નહોતી. કારણ કે તે 3 મહિના સુધી આવનારા બાળકની સારસંભાળ કરવા માટે ફિઝિકલી, મેન્ટલી અને ઈમોશનલી સ્ટ્રોન્ગ થવા માગતી હતી,.

સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો
નાઈડિયાએ મેડિકલ ટીમનો સપોર્ટ લીધો. તેણે દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ 'કેરી જેનર' રાખ્યું. કોઈને સ્વપ્ને ખ્યાલ નહોતો કે નાઈડિયા પ્રેગ્નન્ટ હોઈ શકે છે. અચાનક તેણે સોશિયલ મીડિયા પર કેરીનો ફોટો શેર કરી સૌને ચોંકાવી દીધા.