તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Designers Amrit And Khushi Shah Told The Story Of 8 Transgender Who Won In Difficult Conditions From Their Collection, Posted Photos Of Them In Vibrant And Bold Color Dress

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘આક્ત્ય’ અભિયાન:8 ટ્રાન્સજેન્ડર્સ ડિઝાઈનર અમૃત અને ખુશી શાહની ફેશન બ્રાંડ ‘શાંતિ બનારસ’નો ચહેરો બન્યાં, ડિઝાઈનર ડ્રેસ સાથે તેમની સ્ટોરી પણ પોસ્ટ કરી

2 મહિનો પહેલા
  • વારાણસીની બ્રાંડ ‘શાંતિ બનારસ’એ સોશિયલ મીડિયા પર ટ્રાન્સજેન્ડરને સન્માન અપાવવા અભિયાનની શરુઆત કરી છે
  • ટ્રાન્સજેન્ડર પર આધારિત લેટેસ્ટ કલેક્શનને ‘આક્ત્ય’ નામ આપ્યું છે

છેલ્લા કેટલાક વર્ષોથી ફેશન ડિઝાઈનર્સ અલગ-અલગ અભિયાન ચલાવે છે અને તેઓ સફળ પણ રહે છે. મોટાભાગના ડિઝાઈનર્સ સોશિયલ મીડિયાની મદદથી પોતાના કલેક્શન લોન્ચ કરે છે. તો ઘણા ડિઝાઈનર્સ પોતાના ક્રિએશનથી સમાજમાં થઈ રહેલા ચેન્જને દુનિયા સામે લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

વારાણસીની એક બ્રાંડ ‘શાંતિ બનારસ’એ સોશિયલ મીડિયા પર ટ્રાન્સજેન્ડરને સન્માન અપાવવા એક અભિયાનની શરુઆત કરી છે. આ બ્રાંડનું કલેક્શન ટ્રાન્સજેન્ડર રિપ્રેઝન્ટ કરે છે. ડિઝાઈનર ડ્રેસ સાથે તેમની સ્ટોરી પણ પોસ્ટ કરવામાં આવી જેથી લોકો તેમના વિશે જાણે અને તેમને સન્માન આપે.

શાંતિ બનારસના ક્રિએટિવ ડિરેક્ટર અમૃત અને ખુશી શાહે ટ્રાન્સજેન્ડર પર આધારિત લેટેસ્ટ કલેક્શનને ‘આક્ત્ય’ નામ આપ્યું છે. આ કેમ્પેનને નિધિ ઝેકબે સ્ટાઈલ કર્યું છે. ફોટોગ્રાફી ફરહાન હુસૈને કરી છે. ડિઝાઈનરની આ જોડીએ કહ્યું, અમે ટ્રાન્સજેન્ડર માટે બોલ્ડ કલર પસંદ કર્યા જેથી તેમની સોલિડ અને ડીપ પર્સનાલિટી છલકાઈને બહાર આવી શકે. આ એ જ ટ્રાન્સજેન્ડર છે જેઓ અલગ-અલગ ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે. તેમાંથી એક ડાન્સર, એક શેફ છે. અન્ય મેકઅપ આર્ટીસ્ટ અને લો સ્ટુડન્ટ છે. આ દરેકની યુનિક સ્ટોરી કપરી સ્થિતિમાં અડીખમ ઊભા રહેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો