સુંદર અને પરફેક્ટ દેખાવવા માટે લોકો બજારમાં ઉપલબ્ધ દરેક વસ્તુઓ અજમાવે છે. ચહેરાને યુવાન રાખવા અને વાળની માવજાત રાખવાનો ક્રેઝ મહિલા અને પુરુષો બંનેમાં સમાન રીતે જોવા મળે છે. તેનો ક્રેઝ જાળવી રાખવા માટે માર્કેટમાં ડર્મા રોલર ઉપલબ્ધ છે. તેનું નામ એ સમજવા માટે પૂરતું છે કે ત્વચા સંબંધિત સમસ્યાઓમાં ડર્મા રોલર ઉપયોગી છે. શું છે આ પ્રોડક્ટ અને કેવી રીતે તેના ઉપયોગનું ચલણ વધી રહ્યું છે, જાણો ડર્મોટોલોજિસ્ટ ડૉ. ઈપ્શિતા જોહરી પાસેથી.
કેવી રીતે કામ કરે છે ડર્મા રોલર?
કોઈપણ સામાન્ય રોલર જેવું દેખાતું આ બ્યુટી ગેજેટ ચહેરાને યુવાન રાખવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવાથી ચહેરો ખીલી ઊઠે છે, ઓપન પોર્સ ભરે છે. તે ઉપરાંત ચહેરાની ફાઈન લાઈન્સ અને કરચલીઓ ઓછી કરીને તે એક એન્ટિ એજિંગની જેમ કામ કરે છે. ડૉ. જોહરી જણાવે છે કે, આ રોલર સ્કિનમાં કોલેજન એટલે કે પ્રોટીન બનાવવાનું કામ કરે છે, જેનાથી વધતી ઉંમરનાં લક્ષણ ઓછાં થવા લાગે છે.
રોલરના આ ફાયદા છે
આ રોલરના ઉપયોગથી ચહેરાનું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે, જેનાથી ચહેરા પર ગ્લો જોવા મળે છે. તે ઉપરાંત તે ખીલના ડાઘા ઓછા કરવામાં મદદ કરે છે. ડૉ. જોહરીના અનુસાર, આ રોલરમાં નાની નાની માઈક્રો નીડલ્સ એટલે કે નાની સોય હોય છે અને હળવા હાથેથી પ્રેસ કરતાં ચહેરાની ચારેય તરફ ફેરવતા મસાજ કરવામાં આવે છે, જેના કારણે ચહેરાની ચમક જળવાઈ રહે છે.
આટલી બાબતોનું ધ્યાન રાખવું
ડૉક્ટરના કહેવા અનુસાર, લોકો આ રોલર્સને માર્કેટ અથવા ઓનલાઈન શોપિંગ દ્વારા ખરીદી લે છે અને તેનો ઉપયોગ એક્સપર્ટ એડવાઈસ લીધા વગર કરવા લાગે છે, તેથી રિઝલ્ટ જેવું જોઈએ તેવું નથી મળતું. યોગ્ય રિઝલ્ટ મેળવવા માટે પોતાની સ્કિન ટાઈપ પર ડૉક્ટરની સલાહ લો, ત્યારબાદ જ ડર્મા રોલરનો ઉપયોગ કરો. તેમને આગળ જણાવ્યું કે, આ ગેજેટમાં નીડલ્સ લાગેલી હોય છે, તેથી એક જ જગ્યાએ વારંવાર ઉપયોગ કરવાથી સ્કિન ડાર્ક થવા લાગે છે. ચહેરાને યુવાન રાખવા માટે દરેક સિટિંગનો ચાર્જ 3000થી 5000 રૂપિયા સુધી આવે છે, જ્યારે હેર રી-ગ્રોથ માટે આ ચાર્જ 3000થી 4000 રૂપિયાની વચ્ચે હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.