તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામ સાથે જવાબદારી નિભાવી:ડિલિવરી મેન 2 વર્ષની દીકરીને સ્કૂટર પર બાસ્કેટમાં બેસાડી કામ પર જાય છે, રૂપિયાની મદદ પર કહ્યું, ‘ખુશીઓ માટે પૈસાની જરૂર નથી’

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લિ તેની દીકરી ફિએર 6 મહિનાની હતી ત્યારથી તેને બાસ્કેટમાં બેસાડી પોતાની સાથે લઇ જાય છે
  • લિ અને તેની પત્ની બંને નોકરી કરે છે, તેઓ વારાફરતી દીકરીને સાચવે છે

સોશિયલ મીડિયા પર એક બાપ-દીકરીની જોડીનો હાર્ટ ટચિંગ વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. ચીનમાં એક ડિલિવરી મેન તેની બે વર્ષની દીકરીને પોતાની સાથે જ કામ પર લઇ જાય છે. તેણે પોતાના સ્કૂટર પર આગળ નાનકડું બાસ્કેટ મૂક્યું છે. તેમાં દીકરીને બેસાડે છે અને કામ દરમિયાન પણ તેનું ધ્યાન રાખે છે. લિની પત્ની પણ નોકરી કરે છે. પરિવારનું ગુજરાન ચલાવવા બંનેનું કમાવવું પણ જરૂરી છે અને દીકરીને સાચવવી પણ જરૂરી છે.

દૂધની બોટલ અને ડાયપર હંમેશાં સાથે રાખે છે
લિ તેની દીકરી ફિએર 6 મહિનાની હતી ત્યારથી તેને બાસ્કેટમાં બેસાડી પોતાની સાથે લઇ જાય છે. ન્નાકડી લિએર હાલ બે વર્ષની થઇ ગઈ છે અને પપ્પાને તેમના કામમાં થોડું પણ ડિસ્ટર્બ કરતી નથી. ફિએર નાની હતી તો પણ તે શાંતિથી બાસ્કેટમાં બેસી રહેતી હતી અને તેમાં જ સૂઈ જતી હતી. લિ હંમેશાં તેની સાથે દૂધનો બોટલ અને ડાયપર રાખતો. સમય મળે ત્યારે ડાયપર ચેન્જ કરતો.

ચાઈનીઝ ન્યૂઝ એજન્સીને લિએ કહ્યું, હું ડિલિવરી મેનનું કામ કરું છું, કામ દરમિયાન મારી દીકરીને મારી સાથે જ રાખું છું. અમુક કારણોસર મેં મે,2019ના રોજ ફિએરને મારી સાથે રાખીને જ કામ પર જવાનું શરુ કર્યું. અમે ઘણા કપરા સમયમાંથી પસાર થયા પણ દીકરીની સ્માઈલ મને હિંમત આપે છે.

જવાબદારી નિભાવે છે
લિ અને તેની પત્ની બંને નોકરી કરે છે. તેઓ વારાફરતી વારા દીકરીનું ધ્યાન રાખે છે. સવારે તે પિતા સાથે સેર કરે છે જ્યારે સાંજનો સમય માતા સાથે પસાર કરે છે.

ફિએર જ્યારે 5 મહિનાની હતી ત્યારે તેને ન્યૂમોનિયા થઇ ગયો હતો. દીકરીની સારવારમાં પરિવારે બધી બચત વાપરી દીધી. એ પછી દીકરીનાં ઉજ્જવળ ભવિષ્ય માટે માતા-પિતા આકરી મહેનત કરે છે. જે ઉંમરે બાળકો રમકડાથી રમતા છે તે દિવસોમાં ફિએર પિતા સાથે બાસ્કેટમાં ફરતી હોય છે.

ડોનેશન લેવાની ના પાડી
બાપ-દીકરીનો વીડિયો વાઈરલ થયા પછી ઘણા લોકોએ લિને રૂપિયાની મદદ કરવા આગળ આવ્યા છે. લિએ કોઈનું પણ ડોનેશન લેવાની ના પાડી કહ્યું, મારા જીવનનો એક મંત્ર છે: ખુશી માટે રૂપિયાની જરૂર નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો