તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Delhi based Startup Makes Pencils Out Of Recycled Paper, Founder Quits Well paying Job During Pandemic

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણા:દિલ્હીનું સ્ટાર્ટઅપ રિસાઈકલ પેપરમાંથી પેન્સિલ બનાવે છે, મહામારી દરમિયાન ફાઉન્ડરે સારા પગારની નોકરી છોડીને પર્યાવરણ બચાવવા પહેલ શરુ કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પેન્સિલ ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર અવેલેબલ છે
  • જૂનાં ન્યૂઝ પેપરમાંથી ઈકો-ફ્રેન્ડલી પેન્સિલ બનાવે છે

બાળકોના ઉપયોગમાં આવતી પેન્સિલ બનાવવા કેટલાય વૃક્ષો કાપવામાં આવે છે. આંકડાં પ્રમાણે, આશરે 1 લાખ 70 હજાર પેન્સિલ બનાવવા માટે એક વૃક્ષ કાપવામાં આવે છે. પેન્સિલ બનાવવા માટે લાકડું મહત્ત્વની વસ્તુ છે, પરંતુ તેની સીધી અસર પર્યાવરણ પર પડે છે. આ વાતનું સોલ્યુશન દિલ્હીના સ્ટાર્ટઅપે શોધી લીધું છે. Kampioen વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ નામનાં આ સ્ટાર્ટઅપે રિસાઈકલ પેપરની મદદથી પેન્સિલ બનાવી છે.

સ્ટાર્ટઅપની ફાઉન્ડર નિવેદિતા મિત્રા એન્જિનિયર છે, પરંતુ કોરોના મહામારી દરમિયાન તેણે સારી સેલરીવાળી નોકરી છોડી દીધી અને સ્ટાર્ટઅપ કરી નવી શરુઆત કરી. તે પેન્સિલ બનાવવા જૂનાં ન્યૂઝ પેપર વાપરે છે. એન્જિનિયરમાંથી સોશિયલ આંત્રપ્રિન્યોર બનેલી નિવેદિતા રિસાઈકલ પેપરમાંથી પેન્સિલ બનાવી પર્યાવરણનું રક્ષણ કરવા માગે છે. ધ લોજિકલ ઇન્ડિયન સાથે વાતચીત દરમિયાન નિવેદિતાએ કહ્યું, મેં સ્ટાર્ટઅપની શરુઆત મહામારી દરમિયાન કરી, ત્યારે મારી સાથે સાધનો ઓછા હતા પણ આત્મવિશ્વાસ છલોછલ હતો.

આ સ્ટાર્ટઅપ પેન્સિલ બનાવવા 100% રિસાઈકલ પેપરનો ઉપયોગ કરે છે. દરેક ઉંમરના બાળકોને ધ્યાનમાં રાખીએ પેન્સિલ બનાવી છે. હાલ એક પેકેટમાં 12 પેપર પેન્સિલ આવે છે, તેની કિંમત 252 રૂપિયા છે.

પ્રોડક્ટ બનવવા માટે નિવેદિતાએ રિસર્ચમાં ઘણો સમય આપ્યો. આ પેન્સિલ ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર અવેલેબલ છે. નિવેદિતાએ જણાવ્યું, આપણે પણ રોજબરોજની જિંદગીમાં ઈકો-ફ્રેન્ડલી વસ્તુઓને સ્થાન આપીને પર્યાવરણને બચાવી શકીએ છીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો