તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાળકોના ઉપયોગમાં આવતી પેન્સિલ બનાવવા કેટલાય વૃક્ષો કાપવામાં આવે છે. આંકડાં પ્રમાણે, આશરે 1 લાખ 70 હજાર પેન્સિલ બનાવવા માટે એક વૃક્ષ કાપવામાં આવે છે. પેન્સિલ બનાવવા માટે લાકડું મહત્ત્વની વસ્તુ છે, પરંતુ તેની સીધી અસર પર્યાવરણ પર પડે છે. આ વાતનું સોલ્યુશન દિલ્હીના સ્ટાર્ટઅપે શોધી લીધું છે. Kampioen વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ નામનાં આ સ્ટાર્ટઅપે રિસાઈકલ પેપરની મદદથી પેન્સિલ બનાવી છે.
સ્ટાર્ટઅપની ફાઉન્ડર નિવેદિતા મિત્રા એન્જિનિયર છે, પરંતુ કોરોના મહામારી દરમિયાન તેણે સારી સેલરીવાળી નોકરી છોડી દીધી અને સ્ટાર્ટઅપ કરી નવી શરુઆત કરી. તે પેન્સિલ બનાવવા જૂનાં ન્યૂઝ પેપર વાપરે છે. એન્જિનિયરમાંથી સોશિયલ આંત્રપ્રિન્યોર બનેલી નિવેદિતા રિસાઈકલ પેપરમાંથી પેન્સિલ બનાવી પર્યાવરણનું રક્ષણ કરવા માગે છે. ધ લોજિકલ ઇન્ડિયન સાથે વાતચીત દરમિયાન નિવેદિતાએ કહ્યું, મેં સ્ટાર્ટઅપની શરુઆત મહામારી દરમિયાન કરી, ત્યારે મારી સાથે સાધનો ઓછા હતા પણ આત્મવિશ્વાસ છલોછલ હતો.
આ સ્ટાર્ટઅપ પેન્સિલ બનાવવા 100% રિસાઈકલ પેપરનો ઉપયોગ કરે છે. દરેક ઉંમરના બાળકોને ધ્યાનમાં રાખીએ પેન્સિલ બનાવી છે. હાલ એક પેકેટમાં 12 પેપર પેન્સિલ આવે છે, તેની કિંમત 252 રૂપિયા છે.
પ્રોડક્ટ બનવવા માટે નિવેદિતાએ રિસર્ચમાં ઘણો સમય આપ્યો. આ પેન્સિલ ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર અવેલેબલ છે. નિવેદિતાએ જણાવ્યું, આપણે પણ રોજબરોજની જિંદગીમાં ઈકો-ફ્રેન્ડલી વસ્તુઓને સ્થાન આપીને પર્યાવરણને બચાવી શકીએ છીએ.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.