• Gujarati News
  • Lifestyle
  • Deepika Smiles, The Country's Youngest Child Donating Hair, Boys Also Keep Long Injuries Till Their Hair Is Cut

વિશ્વ બાળ દિવસ:આપણે સૌ હેર ડોનેશન પહેલાં બે વખત વિચારતા હોઈશું, પણ આ બાળકો કેન્સરના દર્દીઓ માટે હસ્તે મોઢે તેમનાં સિલ્કી હેર ડોનેટ કરે છે

નિશા સિંહા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તેલંગાણાની દીપિકા સ્માઈલ્સ ભારતની સૌથી નાની ઉંમરની હેર ડોનર
  • દીપિકા 13 મહિનાની હતી ત્યારે તેની માતાએ કેન્સર પેશન્ટને દીકરીના વાળ દાનમાં આપ્યા

બાળકોને ઘણીવાર આપણે એક લાઇન કહેતા હોઈએ છીએ, ‘મોટા પાસેથી શીખો’, પરંતુ દેશના ઘણા ભૂલકાંઓ કેન્સર પીડિત દર્દીઓ માટે હેર ડોનેટ કરીને આપણને સૌને દયા અને માનવતાનો પાઠ શીખવાડી જાય છે. આવા બાળકોની ઉંમર 1 વર્ષથી લઈને 12 વર્ષની છે. આજે બાળ દિવસ પર અમે તમને નાના બાળકોની હેર ડોનેશનની પ્રેરણાત્મક સ્ટોરી કહી રહ્યા છે...

સૌથી નાની હેર ડોનર દીપિકા
દીપિકા માત્ર 13 મહિનાની હતી ત્યારે તેની માતાએ કેન્સર પેશન્ટને તેમની દીકરીના હેર દાનમાં આપ્યા હતા. દીપિકાની મમ્મી જેમિમા પ્રિન્સિપલ છે. તેમણે કહ્યું, મારા પતિના સંબંધીના 4 વર્ષના દીકરાએ કેન્સરને લીધે દુનિયાને અલવિદા કહ્યું. આ ઘટનાથી હું હચમચી ઊઠી. મારી દીકરીના પ્રથમ જન્મદિવસ પછી તરત જ મેં હેર દાનમાં આપ્યા. તેલંગાણાની જેમિમા ગર્વથી કહે છે કે, મારી દીકરી ભારતની સૌથી નાની ઉંમરની હેર ડોનર છે.

દુઃખનો દરિયો ઘણો ઊંડો છે
ઈન્ડિયા અગેઈન્સ્ટ કેન્સરના આંકડા જણાવે છે કે, વર્ષ 2018માં આશરે 7 લાખ 85 હજાર લોકોએ કેન્સરને લીધે જીવ ગુમાવ્યો. તેમાં પુરુષોની સંખ્યા આશરે 4 લાખ 14 હજાર અને મહિલાઓની સંખ્યા 3 લાખ 71 હજાર હતી. કેન્સરના દર્દીઓ માટે મફતમાં હેર વિગ બનાવતી તમિલનાડુ સંસ્થા હેર ક્રાઉનના ફાઉન્ડર અને ડિરેક્ટર રામ અર્શિતે કહ્યું કે, વર્ષમાં આશરે 100 બાળકોના ડોનેટમાં આપેલા વાળ સંસ્થામાં આવે છે.

9 વર્ષની મોનાએ કમરથી પણ લાંબા વાળ હસતે મોઢે કપાવ્યા
​​​​​​​તમિલનાડુની ગણિતની ટીચર રેવતીએ એક દિવસે તેની દીકરીને જણાવ્યું કે, મેં મારા કોલેજટાઈમમાં લાંબા હેર કેન્સરના પેશન્ટ માટે ડોનેટ કર્યા. આ સાંભળીને તેમની 9 વર્ષની દીકરી પ્રેરિત થઈ. તેણે કમરથી લાંબા વાળ દાન કરવા માટે કપાવ્યા. રેવતીએ કહ્યું, પેરેન્ટ્સે તેમના બાળકોને દાન કરવા બાબતે સમજાવવું જોઈએ. કોઈના હેરથી દર્દીના ચહેરા પર સ્માઈલ આવે તો તેનાથી મોટું પુણ્યનું કામ કોઈ નથી.

દાનવીર મોના
દાનવીર મોના

પ્રેમી મેથ્યુના વખાણલાયક પ્રયત્નો
​​​​​​​દુબઇમાં રહેતી હેર ફોર હોપ ફાઉન્ડેશન-ઈન્ડિયાની ફાઉન્ડર પ્રેમી મેથ્યુ પણ કેન્સર સર્વાઇવર છે. કેન્સર સામે લડી રહેલા દર્દીઓની તકલીફો ખબર છે. હેર ડોનેશનની પ્રેરણા બાળકોને તેમના ભાઈ-બહેનને જોઈને મળે છે. સપ્ટેમ્બર 2021માં દુબઇમાં આયોજિત હેર ડ્રાઈવમાં 28 બાળકો અને ટીનેજર્સે કેન્સરના દર્દીઓની વિગ માટે હેર ડોનેટ કર્યા હતા.

હેર ફોર હોપ ફાઉન્ડેશન-ઈન્ડિયાની ફાઉન્ડર પ્રેમી મેથ્યુ
હેર ફોર હોપ ફાઉન્ડેશન-ઈન્ડિયાની ફાઉન્ડર પ્રેમી મેથ્યુ

કેન્સર વિરુદ્ધની જંગમાં અનેક સિપાહીઓ​​​​​​​
દેશમાં ઘણાં બધા બાળકો કેન્સરથી પીડિત છે. ઇન્ડિયા કેન્સર સોસાયટીના એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં દર વર્ષે આશરે 50 હજાર બાળકોમાં કેન્સરના નવા કેસ જોવા મળે છે. હૈદરાબાદ હેર ડોનેશન સાથે જોડાયેલા ડૉ. ઉદય કુમારે જણાવ્યું કે, અમે દર મહિને દાનમાં મળેલા હેર ચેન્નાઇ અડિયાર ઇન્સ્ટિટ્યૂટમાં જમા કરીએ છીએ. કેન્સર વિરુદ્ધની લડાઈમાં હવે નાના સિપાહીઓ પણ સામેલ થઈ ગયા છે, આ જંગમાં તેઓ ચહેરા પર સ્માઈલ રાખીને જીવન જીવવાની શીખ આપી રહ્યા છે.

ડૉ. ઉદય કુમાર
ડૉ. ઉદય કુમાર