• Gujarati News
  • Lifestyle
  • Deepa Buller Khosla Captures People's Attention By Wearing Breast Pump With Yellow Dress, Gives Beautiful Message On Motherhood

કાન ફેસ્ટિવલ 2021:દીપા બુલર ખોસલાએ યેલો ડ્રેસની સાથે બ્રેસ્ટ પંપ પહેરીને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું, માતૃત્વ પર સુંદર મેસેજ આપ્યો

3 મહિનો પહેલા
  • કાન ફેસ્ટિવલમાં સ્ટ્રેપલેસ બ્લેક એન્ડ યેલો ગાઉનની સાથે બ્રેસ્ટ પંપ પહેરીને દીપા બુલર ખોસલાએ બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું
  • બ્રેસ્ટ પંપ એસેસરીઝની સાથે સોશિયલ મીડિયા પર પોતાનો મેસેજ યુઝર્સને આપ્યો

કાન ફેસ્ટિવલમાં સ્ટ્રેપલેસ બ્લેક એન્ડ યેલો ગાઉનની સાથે બ્રેસ્ટ પંપ પહેરીને દીપા બુલર ખોસલાએ બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. આ ખાસ સ્ટાઈલ તેને માતૃત્વને પ્રોત્સાહન આપવા માટે અપનાવી. તેણે બ્રેસ્ટ પંપ એસેસરીઝની સાથે સોશિયલ મીડિયા પર પોતાનો મેસેજ યુઝર્સને આપ્યો અને લખ્યું કે મારા માટે માતા બનવાનું મહત્ત્વ બાળકને જન્મ આપવા કરતાં અનેક ગણું વધારે છે. માતા બનવાનો અર્થ છે બાળકને જોયા વિના તેને જાણવું અને પ્રેમ કરવો. એ તમારા પર નિર્ભર રહે છે અને તમે જીવનભર તેને માર્ગદર્શન આપો છો. માતા બનવાનો અર્થ છે તેની જવાબદારી ઉઠાવવી, જેને તમે આ દુનિયામાં લઈને આવ્યા છો. તમે આજીવન તેની સંભાળ રાખો છો અને તેને પ્રેમ આપો છો.

તમે આ ખોટું કરી રહ્યા છે અથવા તમે તમારા બાળકની સાથે આવું કેવી રીતે કરી શકો છો? એક માતા તરીકે, તમે આ બધું કેટલીવાર સાંભળ્યું હશે? તમારા માટે આ વિચાર પરિવાર, મિત્રો અથવા અજાણ્યામાંથી કોઈનો પણ હોઈ શકે છે. સત્ય એ છે કે માતૃત્વ માટે કોઈ નિયમો નથી. એ ફક્ત શીખવાથી અથવા અનુભવથી આવે છે કે તમારા માટે શું સારું છે અને શું ખરાબ છે. દીપાએ પોતાના ડ્રેસની સાથે બ્રેસ્ટ પંપનો ઉપયોગ કરીને તે લોકોને મેસેજ આપ્યો જે માતા બનવાના નિર્ણય પર સવાલ ઉઠાવે છે. આ એક એવો મુદ્દો છે જેનો સામનો મોટા ભાગની મહિલાઓ સોશિયલ મીડિયા દ્વારા કરે છે.

દીપાના અનુસાર, હું મારાં બાળકોને બ્રેસ્ટ ફીડ કરાવું કે નહીં એ કોઈની વાતચીતનો વિષય કેવી રીતે હોઈ શકે છે. બ્રેસ્ટ ફીડિંગથી સંબંધિત લોકોને ઘણી કન્સર્ન હોય છે, જે દરેક માતા પર લાગુ નથી થતી. દીપાની સાથે આવું ઘણી વખત થયું જ્યારે તે બિઝનેસ ટ્રિપ પર જતાં પહેલાં બ્રેસ્ટ પંપનો ઉપયોગ કરી શકતી ન હતી. તે કહે છે કે માતા બનવા સાથે સંબંધિત લોકોની વાતો તે મહિલાઓ માટે બિલકુલ ન હોવી જોઈએ, જે માતૃત્વની મજા માણી રહી હોય.