તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Decorate With Smart Bulbs This Diwali, Use Them With Mobile App Or Connect With Smart Speakers.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્માર્ટ પ્રોડક્ટ:દિવાળીમાં સ્માર્ટ બલ્બથી ડેકોરેશન કરો, તેને મોબાઈલ એપ અથવા સ્માર્ટ સ્પીકર સાથે પણ કનેક્ટ કરી શકાય છે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જો તમે સ્માર્ટ બલ્બની ખરીદી કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે તેમાં સ્માર્ટ શિડ્યુલ હોય
 • 9થી 12 વોટના સ્માર્ટ બલ્બ પર્યાપ્ત પ્રકાશ આપે છે, જેટલા વોટ વધારે તેટલો પ્રકાશ વધારે

આ વર્ષના દિવાળીના ડેકોરેશનમાં સ્માર્ટ બલ્બ મહત્ત્વની ભૂમિકા ભજવશે. હવે તેની કિંમત બધાને પરવડે તેવી છે અને તેમાં સ્માર્ટ ફીચર્સને લીધે લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. આવો જાણીએ સ્માર્ટ બલ્બથી જોડાયેલી કેટલીક ખાસ વાતો..

1. સ્માર્ટ બલ્બ સામાન્ય બલ્બથી અલગ હોય છે. તેમાં LEDનો ઉપયોગ થયો હોય છે, જેની ઉંમર સામાન્ય બલ્બ કરતાં વધારે હોય છે. આ જ કારણે ઓછી વીજળીમાં તે વધારે પ્રકાશ આપે છે. તે સામાન્ય સોકેટમાં ફિટ થઈ જાય છે.

2. તેને મોબાઈલ એપ સાથે સ્માર્ટ સ્પીકરથી પણ કનેક્ટ કરી શકાય છે. એમેઝોન ઈકો, ગૂગલ નેસ્ટ, એપલ હોમપોડ જેવી કોઈ પણ પ્રોડક્ટ સાથે તેને કનેક્ટ કરી શકાય છે. દરેક બલ્બ માટે અલગ પ્રોગ્રામિંગ કરી શકાય છે. તેથી આખા ઘરના પ્રકાશને એક જગ્યાએ બેસીને કન્ટ્રોલ કરી શકાય છે. તેના માટે વાઈ ફાઈ કનેક્શન જરૂરી છે.

3. સ્માર્ટ બલ્બ રંગ બદલી શકે છે, પ્રકાશની તીવ્રતા બદલી શકે છે. તમારા બોલવા માત્રથી તે ઓન/ઓફ થઈ શકે છે. તેમાં ટાઈમર સેટ કરી પણ ઓન/ઓફ કરી શકાય છે. જગ્યા પ્રમાણે તેનો ઉપયોગ બદલી શકાય છે. બેડરુમમાં સૂતા સમયે તમે એલેક્સાને કહી લાઈટ બંધ કરાવી શકો છો. તેમાં રહેલાં સેન્સર તમારી આહટ માત્રથી લાઈટ ઓન કરી શકે છે.

4. જો તમે સ્માર્ટ બલ્બ ખરીદવા માગો છો તો એ વાતનું ધ્યાન રાખો કે પ્રોડક્ટમાં સ્માર્ટ શિડ્યુલ જરૂર હોય. જેનાથી તેને મન થાય ત્યારે ઓન/ઓફ કરી શકાય છે. તેમાં મલ્ટિપલ લાઈટિંગ ઓપ્શન પણ હોવો જરૂર છે.

5. 9થી 12 વોટના સ્માર્ટ બલ્બ પર્યાપ્ત પ્રકાશ આપે છે. જેટલા વધારે વોટ હશે તેટલો પ્રકાશ વધારે આપશે. તેની કિંમત 400 રૂપિયાથી શરૂ થઈને 1100 રૂપિયા સુધી હોઈ શકે છે. ઓનલાઈન ખરીદી પર તેનાં પર સારું ડિસ્કાઉન્ટ મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો