પિતાનો બિનશરતી પ્રેમ:ડાન્સ કરતાં-કરતાં લથડ્યો દીકરીનો પગ, જુઓ કેવી રીતે પિતાએ બચાવ કર્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માતા-પિતા હંમેશાં તેમના બાળકોની સુરક્ષા માટે અડીખમ ઊભા હોય છે, પછી ભલે તે ગમે તેટલાં વૃદ્ધ થઈ જાય. જ્યાં સુધી માતા-પિતા તેમના બાળકોની સુરક્ષા કરવામાં સક્ષમ હોય ત્યાં સુધી તે પોતાની આ જવાબદારી છોડતાં નથી. ઈન્સ્ટાગ્રામ પર પિતા-પુત્રીનો પ્રેમ દર્શાવતો વીડિયો હાલ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા ફેમીલી ફંક્શનમાં ડાન્સ કરતી-કરતી પડી જાય છે અને પછી જે રીતે તેના પિતા તેને પ્રોટેક્ટ કરે છે, તે પ્રશંસા લાયક છે.

આ વીડિયોને નિશા નામની મોડલે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેના લગભગ 33,000 ફોલોઅર્સ છે જ્યાં તે તેના મોડેલિંગ એસાઇન્મેન્ટ્સ અને સામાન્ય રીતે પોતાનાં જીવન વિશે પોસ્ટ કરે છે. જો કે, આ ખાસ વીડિયો તેની મોટાભાગની પોસ્ટ્સ કરતાં વધુ હ્રદયસ્પર્શી હતો. આ વીડિયો તમને પણ હચમચાવી નાખે તેવી પૂરેપૂરી શક્યતા છે. તેનું કેપ્શન વાંચો, ‘મારા પાપા (...) એ મારો પહેલો પ્રેમ છે.’

એક દિવસ પહેલાં જ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ થયા બાદથી આ વીડિયોને 4.51 લાખથી વધુ લાઇક્સ મળી છે. ઈન્સ્ટાગ્રામ પર એક યુઝરે કોમેન્ટ કરી, ‘ખૂબ જ સુંદર છે... આ જોઈને હું ભાવુક થઈ ગયો.’ અન્ય એક યુઝર લખે છે, ‘સુંદર, ભરપૂર પ્રેમ. ખરેખર પિતાઓ આવાં જ હોય છે.’ ત્રીજા યુઝરે કોમેન્ટ કરી, ‘ઓહ માય ગોડ. આ વીડિયો એકદમ હૃદયસ્પર્શી છે.’