• Gujarati News
  • Lifestyle
  • Dating Apps Have Become Popular Among Young People Who Feel Lonely, Find Friends And Even Party

ડેટિંગ એપ્સમાં વધારો:એકલતાનો અનુભવ કરી રહેલા યુવાવર્ગમાં ડેટિંગ એપ્સનું ચલણ વધ્યું, મિત્ર શોધે અને પાર્ટી પણ કરે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળમાં મહામારીને કારણે લોકો ઘરમાં કેદ હતા, જેને કારણે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેવા લાગ્યા છે, જેને કારણે અમુક લોકો સારી માહિતી જુએ છે તો અમુક લોકો ડેટિંગ એપના રવાડે પણ ચડી ગયા છે. ચીનમાં પણ કોરોનાને કારણે લાંબા સમયથી ઘરમાં રહીને કંટાળેલા લોકો ડેટિંગ એપ દ્વારા મિત્રો બનાવી રહ્યા છે. ચીનમાં Facebook, twitter, whatsapp જેવી એપ્લિકેશન ન હોવાને કારણે ચીનના લોકો અન્ય સોશિયલ મીડિયા પર આધારિત છે.

લોકો ડેટિંગ એપને થર્ડ પ્લેસ કે ત્રીજી જગ્યા બતાવી રહ્યા છે, કારણ કે યુવાઓ કામ અને ઘરથી અલગ એક વર્ચ્યુઅલ દુનિયા કહી રહ્યા છે. અહીં એકબીજાને મળવું કે જીવનસાથી શોધવું નથી, પરંતુ આપણા જેવા લોકોને મળવું છે. આ યુવાનો ઓનલાઇન ચેટિંગ જ વધારે કરે છે. પર્સનલી તો બહુ જ ઓછા મળે છે.

ડેટિંગ એપ પર વર્ચ્યુઅલ પાર્ટી ગેમ પણ છે
ચીનમાં અત્યારે 275 ડેટિંગ એપ્સ છે. આ એપ્સમાં 2017 બાદ 239% વધી છે. 2017માં આવી 81 એપ્સ હતી. નવા ટ્રેન્ડને વધતા જોઈને હવે ડેટિંગ એપ બનાવનારી કંપનીઓ પણ નવા-નવા પ્રયોગો કરી રહી છે. Tencent તેની ડેટિંગ એપ માટે વર્ચ્યુઅલ પાર્ટી ગેમ પર કામ કરી રહી છે. આ સાથે લોકો ઘરની બહાર નીકળ્યા વગર સામાજિક રીતે મળી શકશે.

એક યુવાન સ્વીકારે છે કે હવે આ એપ્સ પર ઘણા બધા વિકલ્પો છે. આ વિકલ્પોને કારણે તમે એવી વ્યક્તિને મળશો, જે તમને વધુ સારી રીતે સમજી શકે. એક સર્વેમાં સામે આવ્યું છે કે આવી એપ્સનો ઉપયોગ કરનારા 33% લોકો 13થી 32 વર્ષની વચ્ચેના છે. 89% યુઝર્સને તેમના સામાજિક વર્તુળને વધારવા માટે ડેટિંગ એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે.

કાર્યવાહીથી બચી ગઈ ડેટિંગ એપ્સ
ચીનની સરકારે ગત વષે ઘણી એપ બનાવનારી ટેક કંપની પર કાર્યવાહી કરી હતી, પરંતુ ડેટિંગ એપ્સ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેનું કારણ છે કે ડેટિંગ એપ ફક્ત ડેટિંગ માટે લોકોને મળવું એનું લક્ષ્ય નથી માનતા. આ એપમાં ચીની સમાજને આગળ વધારવાનું લક્ષ્ય પણ માનવામાં આવ્યું છે. કમ્યુનિસ્ટ પાર્ટીનું પણ માનવું છે કે ડેટિંગ એપ્સથી લોકોની એકલાપણું દૂર થાય છે.