• Gujarati News
  • Utility
  • You Can Secure Your Daughters Future By Spending Only 250 Rupees, Here Is The List Of Plans

મધર્સ ડે:માત્ર 250 રૂપિયા ખર્ચીને તમારી લાડલીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો, આ રહ્યું યોજનાનું લિસ્ટ

2 મહિનો પહેલાલેખક: સુનાક્ષી ગુપ્તા
  • કૉપી લિંક

8 મેના રોજ 'મધર્સ ડે'ની ઊજવણી કરવામાં આવશે. આ 'મધર્સ ડે'ના દિવસે સરકારી યોજનાઓમાં રોકાણ કરીને દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરી શકો છો.

આવો જાણીએ સરકારી યોજનાઓ વિશે

1. સુકન્યા સમૃદ્ધિ યોજના
કેન્દ્ર સરકાર દ્વારા 'બેટી બચાઓ, બેટી પઢાઓ' યોજના હેઠળ 'સુકન્યા સમૃદ્ધિ યોજના'ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનામાં ઓછા રોકાણમાં સારું વળતર મળી શકે છે. આ સાથે જ વર્ષે 1.5 લાખ સુધી ઈન્ક્મટેક્સમાંથી પણ છૂટ મળે છે.

કોણ કરી શકે છે રોકાણ
10 વર્ષથી ઓછી ઉંમરની બાળાઓ માટે માતા-પિતા બેન્ક અથવા તો પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવીને આ યોજનામાં રોકાણ કરી શકે છે. દીકરીની 18 વર્ષ અથવા 21 વર્ષ કે લગ્નની ઉંમર થાય છે, ત્યારે પોલિસી મેચ્યોર કરીને પૈસા ઉપાડી શકો છો. માત્ર 250 રૂપિયામાં એકાઉન્ટ ખોલાવી શકો છો. આ યોજનામાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.

એક વાર રોકાણ કરીને વર્ષો સુધી ફાયદો લો

  • આ યોજનામાં વાર્ષિક 7.6% વ્યાજ મળે છે. જો તમે દર વર્ષ 36 હજાર રૂપિયા જમા કરવો છો તો 21 વર્ષ બાદ તમને 15 લાખ રૂપિયા સુધી મળી શકે છે.
  • આવકવેરા વિભાગ અધિનિયમ, 1961 ના સેક્ટર 80C હેઠળ, તમે વાર્ષિક રૂ. 1.5 લાખની ઇન્કમટેક્સમાં છૂટ મેળવી શકો છો. તમને 21 વર્ષમાં આવકવેરા પર 31.5 લાખ રૂપિયાની છૂટ મળી શકે છે.

રોકાણ માટે કરો આ પ્રક્રિયા

  • કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેન્ક શાખામાં જઈને ફોર્મ ભરી શકો છો.
  • બેંકોની વેબસાઈટ પરથી પણ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો
  • ડ્રાફ્ટ/ ચેક સાથે કેવાયસીના દસ્તાવેજ જેવા કે પાસપોર્ટ અથવા આધારકાર્ડ જમા કરાવવું પડશે.

2. બાલિકા સમૃદ્ધિ યોજના
ગરીબી રેખા હેઠળ આવતા પરિવારની દીકરીઓ માટે 1997માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. સરકાર આ દીકરીઓને ભણવા માટે દર વર્ષે સ્કોલરશિપ પણ આપે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, માતા-પિતા દીકરીઓના લગ્ન સુધી ભણતર કરાવી શકે.

સરકાર દીકરીના જન્મ સમયે 500 રૂપિયા આપે છે. બાળકીના નામ પર ખાતું ખોલવામાં આવે છે. જ્યારે છોકરી ભણે છે ત્યારે દર વર્ષે સરકાર દીકરીના ખાતામાં પૈસા જમા કરતી રહે છે. 18 વર્ષની ઉંમર થતા બાળકીના ખાતામાંથી જમા રકમ ઉપાડી શકાય છે. આ પૈસાનો અભ્યાસ ઉપયોગ કરી શકે છે. આ યોજનાનો લાભ એક પરિવારની માત્ર બે દીકરીઓને મળે છે. માતાપિતા આંગણવાડી કેન્દ્ર અથવા કોઈપણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અરજી કરી શકે છે.

3. સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ
CBSEની 'વન ગર્લ સ્કોલરશિપ' યોજના હેઠળ દસમા ધોરણ સુધી ભણતી વિદ્યાર્થીનીને ધોરણ 11 અને 12માં આર્થિક મદદ મળી રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ ફક્ત એ જ દીકરીઓ લઇ શકે છે જે તેમના માતા-પિતાનું એકમાત્ર સંતાન હોય. આ સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ દીકરીઓને 10મા ધોરણના રિઝલ્ટના આધાર પર સ્કોલરશિપ આપવામાં આવે છે. વિદ્યાર્થીનીનાં ખાતામાં 2 વર્ષ સુધી દર મહિને 500 રૂપિયા જમા કરવામાં આવે છે.

સ્કોલરશિપ માટે આ રીતે કરો અરજી
CBSE બોર્ડ દ્વારા દર વર્ષે રજીસ્ટ્રેશન ફોર્મ આપવામાં આવે છે. આ ફોર્મ CBSEની ઓફિશિયલ વેબસાઈટ www.cbse.gov.in પર સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ પ્રોગ્રામના નામે બહાર પાડવામાં આવે છે. આ ફોર્મ ફક્ત ઓનલાઈન સબમિટ કરવામાં આવે છે.

દીકરીઓ માટે ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની પોલિસી વિશે LICના સલાહકાર સોનિકા રાજપૂતે પણ જણાવ્યું હતું.

4 કન્યાદાન પોલિસી
દીકરીઓના જીવનની સુરક્ષા માટે દીકરીના માતાપિતા આ પોલિસીમાં અરજી કરે છે. પોલિસી ધારકની ઉંમર એટલે કે દીકરીના માતા-પિતાની ઉંમર 18-50ની વચ્ચે હોવી જોઈએ. તો પુત્રીની ઉંમર વધુમાં વધુ 10 વર્ષ હોવી જોઈએ.
આ પોલિસી 13થી 25 વર્ષ માટે લઇ શકો છો. 3 વર્ષ સુધી પ્રીમિયમ ભરવામાંથી છૂટ પણ આપવામાં આવે છે. પોલિસી મેચ્યોર થાય ત્યારે બેગણું રિટર્ન મળે છે.

ધારો કે, આજે તમારા ઘરે દીકરીનો જન્મ થયો છે. જો તમે તેના માટે 20 વર્ષની પોલિસી લો છો, તો 17 વર્ષમાં કુલ 1 લાખ રૂપિયા જમા કરાવ્યા પછી તમને લગભગ 1.88 લાખ રૂપિયા મળશે.

5. જીવન તરૂણ પોલિસી
90 દિવસથી લઈને 12 વર્ષની દીકરીઓ માટે આ પોલિસી લઇ શકાય છે. જેમાં રોકાણના અઢી ગણા પૈસા મળશે. આ માટે તમારે 25 વર્ષની રાહ જોવી પડશે. 19 વર્ષ સુધી પ્રીમિયમ આપવું પડે છે. માતા-પિતા દર મહિને ઓછામાં ઓછા 400 રૂપિયા જમા કરાવી શકે છે. 19 વર્ષમાં 90 હજાર રૂપિયા જમા કરાવ્યા બાદ 25 વર્ષ બાદ લગભગ 2.31 લાખ મળશે.

તમે રહો કે ના રહો દીકરીઓને થશે ફાયદો
સ્પેશિયલ સ્થિતિમાં માતા-પિતાને દર મહિને 100 રૂપિયાથી વધુનું પ્રીમિયમ જમા કરાવવું પડશે. જેનો ફાયદો એ થશે કે, પોલિસી ટાઈમ પિરિયડમાં માતા-પિતાનું એક્સિડન્ટ કે આકસ્મિક મૃત્યુ થઇ જાય છે ત્યારે પોલિસી ચાલુ રહે છે. પરંતુ બાકી પ્રીમિયમ માફ થઇ જાય છે. મેચ્યોરિટી પર પરિવારને પૂરા પૈસા પાછા મળે છે.