તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Dangerous Strain Of Bird Flu Virus Reaches Humans In Russia H5N8, 7 Poultry Farm Workers Infected

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુનિયાનો પ્રથમ કેસ:રશિયામાં માણસો સુધી પહોંચ્યો બર્ડ ફ્લૂ વાઈરસનો ખતરનાક સ્ટ્રેન H5N8, પૉલ્ટ્રી ફાર્મના 7 કર્મચારી સંક્રમિત

8 દિવસ પહેલા
 • કૉપી લિંક

રશિયામાં બર્ડ ફ્લૂ વાઈરસ H5N8 મરઘાઓમાંથી માણસોમાં ફેલાવાનો મામલો સામે આવ્યો છે. આ દુનિયાનો પ્રથમ કેસ છે. તેની માહિતી WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ આપી છે. રશિયાની સ્વાસ્થ્ય અધિકારી એના પોપોવાના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2020માં અહીં દક્ષિણમાં બર્ડ ફ્લૂનો કહેર જોવા મળ્યો હતો.

અહીં એક પૉલ્ટ્રી પ્લાન્ટમાં 7 કર્મચારી બર્ડ ફ્લૂ વાઈરસથી સંક્રમિત થયા છે. જોકે હાલ તેમની સ્થિતિ સુધારા પર છે અને તેમનાંમાં સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે.

સંપર્કમાં આવનાર લોકોનું ટ્રેસિંગ થઈ રહ્યું છે
એના કહે છે કે, 7 કર્મચારીઓ દ્વારા અન્ય લોકોને સંક્રમણ થયું હોય તેવો કોઈ કેસ હજુ સામે આવ્યો નથી. રશિયાની સ્વાસ્થ્ય એજન્સીએ આ તમામ સંક્રમિતોને આઈસોલેશનમાં રાખ્યા છે અને તેમના સંપર્કમાં આવનાર લોકોનું ટ્રેસિંગ થઈ રહ્યું છે.

શું છે બર્ડ ફ્લૂ વાઈરસ?
તેને એવિયન ઈન્ફ્લુએન્ઝા વાઈરસ પણ કહેવાય છે. બર્ડ ફ્લૂના સૌથી સામાન્ય વાઈરસનું નામ H5N1 છે. આ એક ખતરનાક વાઈરસ છે જે ચકલીઓ સાથે માણસ અને અન્ય પશુઓને પણ સંક્રમિત કરી શકે છે. WHOના જણાવ્યા પ્રમાણે, H5N1ને 1997માં શોધવામાં આવ્યો હતો. આ વાઈરસનું સંક્રમણ થવા પર 60% કેસોમાં વ્યક્તિનું મૃત્યુ થાય છે.

માણસોમાં આ વાઈરસ કેવી રીતે ફેલાય છે અને પ્રથમ કેસ ક્યારે સામે આવ્યો?
બર્ડ ફ્લૂના અનેક પ્રકારના વાઈરસ છે, પરંતુ H5N1 પ્રથમ એવો વાઈરસ છે જે માણસોને સંક્રમિત કરી રહ્યો છે. સંક્રમણનો પ્રથમ કેસ હોન્ગ કોન્ગમાં 1997માં આવ્યો હતો. આ વાઈરસ સંક્રમિત મરઘાઓનાં માધ્યમથી માણસોમાં ફેલાય છે. 2003થી ચીન સહિત એશિયા, યુરોપ અને આફ્રિકામાં આ વાઈરસના ફેલાવાની શરૂઆત થઈ હતી. 2013માં માણસના સંક્રમિત થવાનો પ્રથમ કેસ ચીનમાં સામે આવ્યો હતો.

WHOના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે આ વાઈરસ માણસને સંક્રમિત નથી કરતો પરંતુ કેટલાક દેશોમાં એવા કેસો સામે આવ્યા છે કે માણસોમાં તેમનું સંક્રમણ થયું હોય. આ વાઈરસ સામાન્ય રીતે પાણીમાં રહેતા બતકોમાં જોવા મળે છે, પરંતુ તે મરઘાઓનાં ફાર્મમાં ઝડપથી ફેલાય છે. સંક્રમિત મરઘાઓ અથવા તેમના મળ મૂત્રનાં સંપર્કમાં આવવાથી આ વાઈરસ માણસોમાં ફેલાય છે.

બર્ડ ફ્લૂનું સંક્રમણ કોને થઈ શકે છે?
સંક્રમણ થવા પર વાઈરસ શરીરમાં લાંબા સમય સુધી રહે છે. પક્ષીઓમાં સંક્રમણ થવા પર વાઈરસ તેમનામાં 10 દિવસ સુધી રહે છે. તે મળ અને લાળ રૂપે બહાર નીકળે છે. તેનો સંપર્ક કરવાથી વાઈરસનું સંક્રમણ થાય છે.

વાઈરસની ઓળખ કેવી રીતે કરશો?
સેન્ટર્સ ફોર ડિસીઝ એન્ડ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને સંક્રમિત માણસોમાં વાઈરસની ઓળખ કરવા માટે ઈન્ફ્લુએન્ઝા A/H5 વાઈરસ રિયલ ટાઈમ RT-PCR ટેસ્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટના પરિણામ 4 કલાકમાં આવી જાય છે. જોકે દુનિયાભરમાં આ પ્રકારનો ટેસ્ટ ઉપલબ્ધ નથી.
સામાન્ય રીતે ડૉક્ટર વાઈરસની તપાસ માટે દર્દીના વ્હાઈટ બ્લડ સેલ્સ અને નાકના સેમ્પલની તપાસ કરે છે. આ સિવાય ચેસ્ટ એક્સ રે કરવામાં આવે છે અને શ્વાસ લેવા પર આવતા અવાજની પણ તપાસ થઈ શકે છે.

બર્ડ ફ્લૂના અલગ અલગ વાઈરસનાં લક્ષણો પણ અલગ અલગ હોય છે. લક્ષણો પ્રમાણે, સારવાર બદલાય છે. સામાન્ય રીતે એન્ટિવાઈરસ દવાઓથી સારવાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો