તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
57 વર્ષીય દમયંતી સોની રાજનાંદગાંવ જિલ્લાના નાનકડા ગામ ખેરઝિટીમાં રહે છે. તેઓ JCB મશીન જેવા હેવી વ્હીકલ્સ ચલાવે છે ત્યારે બધા તેમને જોતા રહી જાય છે. તેમના પતિ પણ ડ્રાઈવર હતા. દમયંતી પતિને વાહન ચલાવતા જોતા ત્યારે તેમને પણ બીક લગતી હતી. પતિના મૃત્યુ પછી બંને બાળકોની જવાબદારી દમયંતી પર આવી ગઈ. ત્યારે તેમણે પોતે ડ્રાઈવર બનવાનું વિચાર્યું. તે સમયે તેમના માટે વાહન ચલાવવાનો ડર દૂર કરવું ઘણું મહત્તવનું હતું. એક સમયે ડ્રાઈવિંગથી ડરનારી દમયંતીએ સાઉથ એશિયા કન્સ્ટ્રક્શન ઈકવીપમેન્ટ એક્સ્પોમાં ટાટા હિતાચી કંપની કે બેકેહો લોડરના સૌથી એડવાન્સ વર્ઝનને ઓપરેટ કર્યું.
આ એક્સ્પોમાં દમયંતીના પર્ફોમન્સને જોયા પછી બેંગ્લુરુના ભારતીય એન્જિનિયર અને ફોરેનર્સે માર્ચ 2020માં જાપાનમાં આયોજિત ઓટો એક્સપો માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ મહામારીને લીધે આ ઇવેન્ટ કેન્સલ થઇ ગઈ. દમયંતી ગુજરાતનાં રહેવાસી છે પરંતુ લગ્ન પછી તેઓ પતિ સાથે છત્તીસગઢ ચાલ્યા ગયા. દમયંતીનું માનાવું છે કે, મહિલાઓ પુરુષોથી વધારે સારી રીતે ડ્રાઈવિંગ કરે છે. તેઓ JCB લોડર્સ અને ટ્રક ચલાવવામાં પણ આગળ અને બેસ્ટ છે.
દમયંતીએ પ્રોફેશનથી ગુજરાન ચલાવ્યું અને તેમના સંતાન પણ હવે મોટા થઇ ગયા છે. તેમની દીકરીના લગ્ન ગુજરાતમાં થયા છે. દીકરો એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે. દમયંતી પોતે ગુજરાતી મીડિયમમાં 11 ધોરણ સુધી ભણ્યા છે. દમયંતીએ કહ્યું કે, મને જો મારા પતિ પાસેથી આ કામ કરવાની પ્રેરણા ના મળત તો હું ક્યારેય આ કરી ના શકત. અત્યાર સુધી તેમણે જે પણ કમાણી કરી તે બાળકોના અભ્યાસ પાછળ વાપરી. આજની તારીખે પણ તેઓ રોજ 10 કલાક કામ કરે છે, જેથી કોઈની મદદ વગર પોતાની જાતે જ ગુજરાન ચલાવી શકે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.