મધર્સ ડેના દિવસે ભાસ્કરનું પેઈન્ટિંગ કોમ્પિટિશન:23 પેઈન્ટિંગ્સમાં માતાના બધા જ સ્વરૂપ, તમે પણ તમારી માતાને આવી રીતે જ જોઈ હશે ને....

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

મધર્સ ડેના દિવસે દૈનિક ભાસ્કરે 25 એપ્રિલથી 1 મે સુધી પેઈન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. 'મારી મા' થીમ ઉપર આયોજિત પેઈન્ટિંગ કોમ્પિટિશનમાં દરેક ઉંમર, વર્ગના લોકોએ ભાગ લીધો હતો અને તેમની પેઈન્ટિંગ્સ મોકલી હતી. જેમાં માતાના પ્રેમ, સંઘર્ષ અને ત્યાગ સહિત બધા જ સ્વરૂપ દર્શાવવામાં આવ્યાં.

51 હજાર રૂનું પહેલું ઈનામ નાસિક (મહારાષ્ટ્ર)ના સુરેશ બી. પંવાર, 31 હજારનું બીજું ઈનામ રાયપુર (છત્તીસગઢ)ના દીપક શર્મા અને 11 હજારનું ત્રીજું ઈનામ ધમતરી (છત્તીસગઢ)ના વસંત સાહૂને મળ્યું છે. સાત સભ્યોની જ્યૂરીએ 20475માંથી 18,375 તસવીરો જોઈ અને વિજેતાઓને પસંદ કર્યાં.

કોમ્પિટિશનમાં વિશાળ સંખ્યામાં સ્પર્ધાર્થીઓને જોઈને સાંત્વના પુરસ્કારની સંખ્યા 10થી વધારીને 20 કરી દેવામાં આવી. છેલ્લાં ચરણમાં પહોંચેલી પેઈન્ટિંગ દૈનિક ભાસ્કરના કાર્યાલયોમાં લગાવવામાં આવશે. જેમાં 23 વિજેતા પેઈન્ટિંગ્સ ભાસ્કર હેડક્વાર્ટર, ભોપાલ ખાતે પ્રદર્શિત કરવામાં આવશે.

મધર્સ ડેના દિવસે આ ખાસ સ્ટોરીઝ પણ વાંચો....

મધર્સ ડે સ્પેશિયલ:એક માતાએ પુત્રને ઈશ્વરની શોધ માટે કર્યો પ્રેરિત, આજે ધ્રુવ તારા તરીકે ઓળખાય છે
મધર્સ ડે સ્પેશિયલ:કહ્યા વિના સાંભળી લે તેનું નામ માઃ શક્તિશાળી સુપરમોમની ચાર સત્યકથાઓ