• Gujarati News
  • Lifestyle
  • Dada Bought A House Worth Crores Of Rupees With A Sudden Deposit Of Rs 1.09 Crore In Dada's Account, Dada Became Sad After 9 Months Bank Asking For Money

શૉકિંગ:54 વર્ષની વ્યક્તિનાં અકાઉન્ટમાં અચાનક 1.09 કરોડ રૂપિયા જમા થતાં તેણે કરોડોનું ઘર ખરીદ્યું, બેંકે 9 મહિના પછી પૈસા માગતા ગમગીન બન્યા

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રુશેલ નામના વ્યક્તિના અકાઉન્ટમાં ટુકડે ટુકડે 1.09 કરોડ રૂપિયા જમા થયા
  • વધારાના પૈસા જોઈ રુશેલે કરોડોનું ઘર ખરીદી લીધું
  • બેંકને પોતાની ભૂલ સમજાયા બાદ 1.09 કરોડ રૂપિયા પાછા માગ્યા

તમારા બેંક અકાઉન્ટમાં અચાનક કરોડો રૂપિયા આવે અને તમે આ પૈસાથી વૈભવી જીવન જીવવાની ઈચ્છા રાખતા હો તો જરા સાવધાન થઈ જજો. ઈંગ્લેન્ડના એક વ્યક્તિને આવી ભૂલ ભારે પડી છે. રુશેલ એલેક્ઝેન્ડર નામના વ્યક્તિના બેંક અકાઉન્ટમાં £1,10,000 (આશરે 1.09 કરોડ રૂપિયા) આવી ગયા. આ પૈસાથી કરોડો રૂપિયાનું ઘર ખરીદ્યા બાદ બેંકે પૈસા પાછા માગતા હવે તેમને પરસેવો વળી ગયો છે.

આ વ્યક્તિને Barclays બેંકમાં અકાઉન્ટ હતું. રુશેલના અકાઉન્ટમાં અચાનક 29 ડિસેમ્બર, 2020એ £30,000 (આશરે 30 લાખ રૂપિયા) જમા થયા. આટલી મોટી રકમ જમા થતાં તેણે બેંકની વેબસાઈટ પર ચેટ સર્વિસનો સંપર્ક કર્યો પરંતુ વ્યક્તિને કોઈ રિસ્પોન્સ મળ્યો નહિ.

બેંક અકાઉન્ટમાં 1 કરોડ જમા થતાં રુશેલ ખુશ ખઈ ગયા
બેંક અકાઉન્ટમાં 1 કરોડ જમા થતાં રુશેલ ખુશ ખઈ ગયા

આવી જ રીતે થોડા અઠવાડિયાં બાદ તેમના અકાઉન્ટમાં બીજા પૈસા આવા લાગ્યા. આમ કરતાં કરતાં ટુકડે ટુકડે રુશેલના અકાઉન્ટમાં કુલ 1.09 કરોડ રૂપિયા જમા થઈ ગયા. આટલા બધા પૈસા જોઈ તેમને ખર્ચો કરવાનો વિચાર આવ્યો.

2.36 કરોડ રૂપિયાનું નવું ઘર લીધું

રુશેલે કરોડોમાં લીધેલું નવું ઘર
રુશેલે કરોડોમાં લીધેલું નવું ઘર

અજાણ્યા સોર્સમાંથી પૈસા આવ્યા હોવા છતાં રુશેલે £2,37,500 (આશરે 2.36 કરોડ રૂપિયા)નું ઘર ખરીદ્યું. આ ઘર માટે ઉપરના પૈસા ઉમેરવા રુશેલે પોતાની થોડી પ્રોપર્ટી પણ વેચી મારી. રુશેલની કલ્પનામાં તેઓ મજાની લાઈફ જીવવા જઈ રહ્યા હતા પરંતુ કહાનીમાં ખરો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે બેંકે તેમની પાસેથી 1.09 કરોડ રૂપિયા પાછા માગ્યા.

બેંકે તમામ પૈસા પાછા માગ્યા

નવાં ઘર માટે રુશેલે જૂનાં ઘરની પ્રોપર્ટી વેચી દીધી
નવાં ઘર માટે રુશેલે જૂનાં ઘરની પ્રોપર્ટી વેચી દીધી

રુશેલના અકાઉમન્ટમાં પૈસા જમા થયાના 9 મહિના બાદ બેંકને બ્રહ્મ જ્ઞાન થયું અને ભૂલ સમજાઈ. બેંકે રુશેલને કહ્યું કે પૈસા મોકલનારની ભૂલને કારણે તેમનાં અકાઉન્ટમાં કરોડ રૂપિયા ભૂલથી જમા થયા છે. આ તમામ પૈસા તેમણે બેંકને પરત કરવા પડશે. આટલું જ નહિ બેંકે પેન્ટલી સાથે ઉપર £6,000 (આશરે 60 હજાર રૂપિયા) માગ્યા છે.

બેંકે પૈસા પાછા માગતા રુશેલની જાણે દુનિયા લૂંટાઈ ગઈ. એલેક્ઝેન્ડરનું કહેવું છે પૈસા જમા થયા બાદ તેને બેંક પાસેથી કોઈ રિસ્પોન્સ ન મળતાં તેણે પૈસા વાપરવાનો નિર્ણય કર્યો હતો. હવે તેને આર્થિક રીતે મોટું નુક્સાન થતાં બેંકે તેને વળતર આપવું જોઈએ. એલેક્ઝેન્ડરનું કહેવું છે કે બેંક તરફથી તેમને 2 વખત કહેવાયું હતું કે તેઓ આ પૈસા વાપરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...