તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહ ક્યા ચીઝ હૈ:Cyprus દેશના હલૂમી ચીઝને યુરોપિયન યુનિયનનું પ્રોટેક્શન મળ્યું, તેનું અમલીકરણ ઓક્ટોબરથી લાગુ થશે

એક મહિનો પહેલા
  • યુરોપિયન યુનિયન હલૂમીને PDO (પ્રોટેક્ટેડ રેઝિગ્નેશન ઓફ ઓરિજન) સ્ટેટસ આપશે
  • આ સ્ટેટસથી યુરોપિયન યુનિયનમાં હલૂમી ચીઝ વેચવાનો અધિકાર માત્ર સાયપ્રસના લોકોને મળશે
  • હલૂમી ચીઝ બકરી, ઘેટા અને ગાયના દૂધના મિશ્રણમાંથી બને છે

અત્યાર સુધી તમે કોઈ વ્યક્તિ, સંસ્થા કે પછી પશુઓના પ્રોટેક્શન વિશે સાંભળ્યું હશે પરંતુ શું તમે ક્યારેય ચીઝના પ્રોટેક્શન વિશે સાંભળ્યું છે. જી હા મિડલ ઈસ્ટના દેશ Cyprus (સાયપ્રસ)ના halloumi (હલૂમી) ચીઝને યુરોપિયન યુનિયનનું પ્રોટેક્શન મળ્યું છે. અર્થાત યુરોપિયન યુનિયનમાં હલૂમી ચીઝ વેચવાનો અધિકાર માત્ર સાયપ્રસના લોકોને છે. યુરોપિયન યુનિયન હલૂમીને PDO (પ્રોટેક્ટેડ રેઝિગ્નેશન ઓફ ઓરિજન) સ્ટેટસ આપશે. તેનું અમલીકરણ ઓક્ટોબર મહિનાથી લાગુ પડશે.

સાયપ્રસના લોકો આ ક્ષણની અનેક વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. સાયપ્રસના એક્સપોર્ટ માર્કેટમાં 25% ડેરી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.

અન્ય દેશ હલૂમીની કોપી નહિ કરી શકે
સાયપ્રસના જાણીતા ચીઝ મેકર અને પેટ્રુ બ્રોસના જનરલ મેનેજર કહે છે કે, અમારા દેશની આ યુનિક પ્રોડક્ટની કોપી અનેક દેશોએ કરવાની કોશિશ કરી છે. હવે યુરોપિયન યુનિયનના રજિસ્ટ્રેશનથી અન્ય દેશ હલૂમી અથવા તેનાથી મળતી આવતી પ્રોડક્ટ બનાવીને ગ્રાહકોને ગુમરાહ નહિ કરી શકે. પેટ્રુ કહે છે કે તેની કંપની હલૂમી બનાવવા માટે વર્ષો પહેલાં દરરોજ 250 લિટર દૂધનો ઉપયોગ કરતી હતી. હાલ આ કંપની 250 ટન દૂધનો ઉપયોગ કરે છે અને 40 દેશને હલૂમી એક્સપોર્ટ કરે છે.

સાયપ્રસ દેશમાં સૌથી વધારે ડેરી પ્રોડક્ટ્સ એક્સપોર્ટ થાય છે
સાયપ્રસ દેશમાં સૌથી વધારે ડેરી પ્રોડક્ટ્સ એક્સપોર્ટ થાય છે

હલૂમી ટૂરિસ્ટનું સૌથી મોટું આકર્ષણ

ટૂરિસ્ટને ગ્રિલ હલૂમી ખૂૂબ પસંદ પડે છે
ટૂરિસ્ટને ગ્રિલ હલૂમી ખૂૂબ પસંદ પડે છે

ટૂરિસ્ટ સાયપ્રસમાં હલૂમીની વિવિધ રેસિપીથી ઘણા આકર્ષાય છે. ગ્રિલ હલૂમી લોકોને ઘણુ પસંદ પડે છે. હલૂમી ચીઝ બકરી, ઘેટા અને ગાયના દૂધના મિશ્રણમાંથી બને છે. હલૂમીની અઢળક રેસિપી અવેલેબેલ છે. તેમાં ફ્રાય પેન પર ટોસ કરેલું ચીઝ, ચીઝ વિથ યોગર્ટ સૂપ તો કેટલાક લોકો તેને એમનેમ ખાવાનું પસંદ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો