ક્રાઈંગ રૂમ:સ્પેનમાં માનસિક રોગોથી પીડિત દર્દીઓ માટે અનોખો પ્રયોગ, સ્ટ્રેસ કે ડિપ્રેશન હોય તો અહીં આવીને મન મૂકીને રડો અને બૂમો પાડો, મદદ માટે સાઇકિયાટ્રિસ્ટ પણ અવેલેબલ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પેનમાં ક્રાઈંગ રૂમ શરૂ કરવાનું સૌથી મોટું કારણ છે આત્મહત્યા.
  • વર્ષ 2019માં 3,671 લોકોએ આત્મહત્યા કરી હતી

સ્પેનમાં સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી તકલીફોને દૂર કરવા માટે ક્રાઈંગ રૂમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. મેડ્રિડ શહેરમાં બનેલા આ ક્રાઈંગ રૂમમાં માનસિક તકલીફોથી પીડિત કોઈ પણ વ્યક્તિ મન મૂકીને રડી શકે છે કે પછી બૂમો પાડી શકે છે. સાથે જ તે સંકોચ કર્યા વગર કોઈની મદદ પણ માગી શકે છે. આ રૂમમાં મદદ માટે સાઇકિયાટ્રિસ્ટ પણ હાજર રહે છે.

મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ આત્મહત્યા
સ્પેનમાં ક્રાઈંગ રૂમ શરૂ કરવાનું સૌથી મોટું કારણ છે આત્મહત્યાઓ. વર્ષ 2019માં 3,671 લોકોએ આત્મહત્યા કરી. પ્રાકૃતિક કારણોને પછી આત્મહત્યા મોતનું બીજું સૌથી મોટું કારણ છે. સ્પેનમાં દર 10માંથી એક ટીનેજર મેન્ટલ હેલ્થ સામે લડી રહ્યો છે.અહીં 5.8% વસતી એન્ઝાયટીથી પીડિત છે.

દર્દીઓને સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી કાઢવાનો લક્ષ્ય
સેન્ટ્રલ મેડ્રિડમાં એક બિલ્ડિંગમાં બનેલા આ ક્રાઈંગ રૂમમાં કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે. આ રૂમ બનાવવાનો લક્ષ્ય મેન્ટલ હેલ્થને લઈને લોકો જાગૃત થાય, તેનું સોલ્યુશન શોધે અને મદદ માગવા માટે સંકોચ ના કરે. પીડિતોને માનસિક તકલીફોથી છૂટકારો અપાવવો તે જ આ રૂમનો લક્ષ્ય છે.

ગુલાબી રંગના રૂમમાં દરેક જરૂરી વસ્તુઓ અવેલેબલ
ક્રાઈંગ રૂમમાં ઘૂસતાની સાથે જ તમને ઘણી બધી વસ્તુઓ દેખાશે. અહીં સાઇકિયાટ્રિસ્ટના કોન્ટેક નંબર મૂકેલા છે. કોઈ પણ વ્યક્તિ ફોન કરીને મેન્ટલ હેલ્થ પર સલાહ લઇ શકે છે. રૂમમાં ફોન મૂકેલા છે. દીવાલો પરના પોસ્ટરમાં લખ્યું છે, મને પણ તમારી ચિંતા છે.

માનસિક રોગમાં સારવાર જરૂરી
મેડ્રિડમાં રહેતા સ્વીડનના એક વિદ્યાર્થી જ્હોન નેલ્સમે કહ્યું કે, માનસિક સ્વાસ્થ્ય બાબતે કઈકે સારું કરવાની કલ્પના કરવી એ જ સારો વિચાર છે. 10 ઓક્ટોબરના રોજ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝે મેન્ટલ હેલ્થ કેમપેનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, માનસિક રોગ એક ટેબૂ નહીં પણ સાર્વજનિક તકલીફ છે, આ ટોપિક પર વાત કરવી જરૂરી છે અને સોલ્યુશન પણ શોધવું જોઈએ.