તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમિલનાડુ:દુલ્હન લગ્નની સાડીમાં જ માર્શલ આર્ટ કરવા લાગી, જાનૈયાઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
22 વર્ષીય પી નિશાએ લગ્નના પહેરવેશમાં માર્શલ આર્ટ કર્યા. - Divya Bhaskar
22 વર્ષીય પી નિશાએ લગ્નના પહેરવેશમાં માર્શલ આર્ટ કર્યા.
  • તમિલનાડુના થિરુકોલુરમાં લગ્નમાં આવેલા મહેમાનોની હાજરીમાં 22 વર્ષીય પી. નિશાએ લાકડી અને તલવાર વડે માર્શલ આર્ટ્સમાં કરતબ બતાવ્યા
  • આ બધું કરવાનો હેતુ છોકરીઓને પ્રોત્સાહિત કરવાનો હતો

લગ્ન દરમિયાન હંમેશાં લોકો કંઈક અલગ કરવાનો પ્રયાસ કરતા હોય છે જેથી તેમના માટે આ લગ્ન યાદગાર બની જાય. દુલ્હા-દુલ્હન પણ આ પ્રસંગે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તમિલનાડુમાં દુલ્હને લગ્ન દરમિયાન માર્શલ આર્ટના કરતબ બતાવ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. દુલ્હનનો અંદાજ જોઈને વરરાજાની સાથે ત્યાં હાજર લોકો પણ દુલ્હનનું પરાક્રમ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ
તમિલનાડુના થિરુકોલુરમાં લગ્નમાં આવેલા મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે 22 વર્ષીય પી. નિશાએ પોતાના લગ્નમાં માર્શલ આર્ટ્સમાં કરતબ બતાવ્યા. ઘણાં ખતરનાક હાથિયારો પકડીને દુલ્હને પોતાનું આ હુનર બતાવ્યું. આ બધું કરવાનો હેતુ છોકરીઓને પ્રોત્સાહિત કરવાનો હતો.

લાંબા સમયથી માર્શલ આર્ટ્સ શીખી રહી છે
દુલ્હન પી નિશાને બાળપણથી જ તેની માતા મણીએ માર્શલ આર્ટ્સ શીખવા માટે પ્રેરિત કરી. તેના માટે તમિલનાડુમાં પ્રચલિત સિલામ્બરમ માર્શલ આર્ટમાંથી તામિલ મેળવી હતી. નિશાની માતા મણીનું કહેવું છે કે, દરેક યુવતીએ ફિટ રહેવાની સાથે પોતાની સુરક્ષા માટે પણ માર્શલ આર્ટ શીખવા જોઈએ.

નિશાના આ હુનરની જ્યારે વરરાજા રાજકુમારને ખબર પડી તો તેને નક્કી કર્યું કે લગ્નના દિવસે બધા મહેમાનોની સામે નિશા માર્શલ આર્ટ્સમાં પોતાની પ્રતિભા બતાવશે. જેથી સિલામ્બરમને લઈને લોકોમાં જાગૃતિ વધે.

નિશાની ઈચ્છા પોલીસ ઓફિસર બનવાની છે
નિશાએ લાંબી લાકડી અને તલવાર વડે સિલામ્બરમ આદિમુરાઈની ઘણી કલાઓનું પ્રદર્શન કર્યું. તેનું હુનર જોઈને લગ્નમાં હાજર બધા મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા. નિશાની ઈચ્છા પોલીસ ઓફિસર બનવાની છે. તે સાથે જ પ્રોત્સાહિત કરવા માટે તે પોતાના માતા-પિતાનો આભાર માનતા થાકતી નથી. નિશા જણાવે છે કે, મને મારા માતા-પિતા અને સંબંધીઓએ નાની ઉંમરમાં આ આર્ટ શીખવા માટે પ્રેરિત કરી હતી.

વરરાજા રાજકુમારે જણાવ્યું કે, પરંપરાગત સમારોહની જગ્યાએ આ પ્રકારના માર્શલ આર્ટ્સનું પ્રદર્શન ઘણું ઉપયોગી છે. તેનાથી માર્શલ આર્ટ્સને લઈને લોકોમાં જાગૃતિ વધશે. આ આર્ટ માનસિક અને શારીરિક, બંને રીતે વ્યક્તિને મજબૂત બનાવે છે.