• Gujarati News
  • Lifestyle
  • Crossing All Bounds Of Boldness, The Model Arrived At The Mall Wearing A Very Short Skirt top, The Security Guard Did Not Enter The Mall

દુબઈ:બોલ્ડનેસની તમામ હદ પાર, આ મોડલ સાવ ટૂંકું સ્કર્ટ-ટોપ પહેરીને મોલમાં પહોંચી, સિક્યોરિટી ગાર્ડે મોલમાં એન્ટ્રી ન આપી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એમીએ જણાવ્યું કે, ગરમી વધારે હોવાને કારણે તેને આવા કપડાં પહેર્યા હતા. તેને મોલમાં ક્રોપ ગ્લિટર ટોપ અને મિની સ્કર્ટ પહેર્યું હતું.  - Divya Bhaskar
એમીએ જણાવ્યું કે, ગરમી વધારે હોવાને કારણે તેને આવા કપડાં પહેર્યા હતા. તેને મોલમાં ક્રોપ ગ્લિટર ટોપ અને મિની સ્કર્ટ પહેર્યું હતું. 
  • મોડલ એમી રસે એટલું નાનું ટોપ અને સ્કર્ટ પહેરીને એક મોલમાં પહોંચી ગઇ કે સિક્યોરિટી ટીમે તેને મોલની અંદર જવા ન દીધી
  • એમીએ જણાવ્યું કે, ગરમી વધારે હોવાને કારણે તેને આવા કપડાં પહેર્યા હતા.

બોલિવૂડ હોય કે પછી હોલિવૂડ, સેલેબ્રિટીઝને સૌથી અલગ અને યુનિક આઉટફિટ પહેરવાનો શોખ હોય છે. એટલુ જ નહીં કેટલીય વાર તો વધારે આકર્ષક દેખાવા માટે થઈને તેને જરૂરિયાત કરતા વધારે જ રિવીલિંગ અને એક્સપોઝિંગ બનાવી દે છે. તાજેતરમાં જ કંઇક આવું જ એક રિયાલિટી ટીવી સ્ટારની સાથે થયું છે. મોડલ એમી રસે એટલું નાનું ટોપ અને સ્કર્ટ પહેરીને એક મોલમાં પહોંચી ગઇ કે સિક્યોરિટી ટીમે તેને મોલની અંદર જવા ન દીધી.

મોલમાંથી બહાર કાઢી મૂકવામાં આવી
અંગ્રેજી વેબસાઈટ DNAના રિપોર્ટના અનુસાર, રિયાલિટી ટીવી સ્ટાર એમી રસને દુબઈના એક મોલમાંથી એટલા માટે કાઢી મૂકવામાં આવી કેમ કે તે જરૂર કરતાં વધારે સેક્સી દેખાતી હતી. 22 વર્ષીય એમીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો હતો. એમીએ જણાવ્યું કે, તેને મોલના સિક્યોરિટી ગાર્ડે અટકાવી હતી, તેમનું કહેવુ હતું કે, તેણે પહેરેલા કપડાં બરાબર નથી.

કેટલા ફેન ફોલોઈંગ છે?
એમી એક રિયાલિટી ટીવી શો સ્ટાર છે અને તે સેલિબ્રિટી બિગ બ્રધરના જર્મન વર્ઝનમાં જોવા મળી હતી. તેના ફેન ફોલોઈંગની વાત કરીએ તો, ઈન્સ્ટાગ્રામ પર રસના 1,86,000થી વધારે ફોલોઅર્સ છે. એમીએ જણાવ્યું કે, જ્યારે તે દુબઈના આ આલીશાન શોપિંગ મોલમાં એન્ટર થઈ રહી હતી ત્યારે તેને ક્રોપ ગ્લિટર ટોપ અને મિની સ્કર્ટ પહેર્યું હતું. એમીએ જણાવ્યું કે, ગરમી વધારે હોવાને કારણે તેને આવા કપડાં પહેર્યા હતા.

મોલે લેખિતમાં ચેતવણી આપી
એમીએ સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કરતાં લખ્યું કે, અચાનક એક સિક્યોરિટી ગાર્ડ દોડીને આવ્યો અને કહ્યું કે હું જરૂર કરતાં વધારે સેક્સી દેખાઈ રહી છું અને તેના કારણે હું મોલની અંદર ના જઈ શકી. એમી વધુમાં જણાવ્યું કે, મને પોલીસની ધમકી આપવામાં આવી. મને બહાર કાઢી મૂકવામાં આવી અને મને લેખિતમાં ચેતવણી પણ આપવામાં આવી.

ઢંગના કપડાં પહેરવાનું કહ્યું
દુબઈના આ મોલ દ્વારા એમીને આપવામાં આવેલી લેખિત ચેતવણીમાં તેને જણાવવામાં આવ્યું કે તેને ઢંગના કપડાં પહેરવા. ત્યારબાદ એમી એક લોન્ગ ટી શર્ટ ખરીદી લીધી અને તેને એમીએ પોતાના ટોપ પર પહેરી લીધી. ઉલ્લેખનીય છે કે એમી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તે પોતાના બોલ્ડ ફોટો બિકિનીમાં શેર કરે છે.