તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Covina's Special Dish Name Kovid Kari And Mask Nan, Restaurant Idea Is Hitting On Social Media

ન્યૂ ડિશ:રાજસ્થાનની રેસ્ટોરાંમાં કોવિડ સ્પેશિયલ ડિશ ‘કોવિડ કરી’ અને ‘માસ્ક નાન’ સર્વ કરવામાં આવે છે સોશિયલ મીડિયા પર હિટ થઈ રહ્યો છે આઈડિયા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના જોધપુરમાં એક રેસ્ટોરાંમાં ગ્રાહકોને આકર્ષિત કરવા માટે કોરોનાના નામ પર મેનૂ તૈયાર કરવામાં આવ્યું

કોરોના સંક્રમણના ડરથી લોકોએ રેસ્ટોરાંમાં જવાનું બંધ કરી દીધું હતું. અનલોક બાદ પણ લોકોમાં કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે, તેથી ગ્રાહકોની ભીડ ઓછી જોવા મળી રહી છે. ત્યારે ગ્રાહકોને આકર્ષિત કરવા માટે સમગ્ર દેશના રેસ્ટોરાંના માલિકો નવી ઓફર આપી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના જોધપુરમાં એક રેસ્ટોરાંમાં ગ્રાહકોને આકર્ષિત કરવા માટે કોરોનાના નામ પર મેનૂ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં સ્વાદિષ્ટ વાનગીઓ તરીકે કોવિડ કરી તથા માસ્ક નાનને અલગ સ્ટાઈલમાં પીરસવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ રહી છે
સૌથી ખાસ વાત એ છે કે, જ્યારે ડિશ સર્વ કરવામાં આવે છે તો એવું લાગે છે કે પ્લેટમાં કોરોના વાઈરસ મૂકવામાં આવ્યો છે અને તમને જોઈ રહ્યો છે. હકીકતમાં રેસ્ટોરાંના શેફે કોવિડ કરીમાં જે કોફતા નાખ્યા છે, તેનો આકાર કાલ્પિનક કોરોનાવાઈરસ જેવો આપવામાં આવ્યો છે. તે ઉપરાંત નાનને માસ્કના આકારમાં તૈયાર કરવામાં આવી છે. રેસ્ટોરાંનો આ આઈડિયા સોશિયલ મીડિયા પર હિટ થઈ રહ્યો છે. આ રેસિપીના ફોટો પર યુઝર્સ વિવિધ કમેન્ટ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આવું માત્ર ભારતમાં જ થઈ શકે છે, તો બીજાએ લખ્યું- મેરા ભારત મહાન. અન્ય એક યુઝરે લખ્યું કે, જો મારી પ્લેટમાં કોરોના પીરસવામાં આવે તો હું તો ડરી જઈશ.

કોફતાનો આકાર જ મુખ્ય આકર્ષણ
જોધપુરની વૈદિક મલ્ટિ-ક્યુઝિન રેસ્ટોરાંના શેફના જણાવ્યા પ્રમાણે, કોવિડ કરી તરીકે અમે સ્પેશિયલ કોફતા રાખ્યા છે. તેને દૂધી, કોપરું, મસાલા અને બીજી ઘણી અન્ય વસ્તુઓથી બનાવવામાં આવે છે. જો કે, તેનો આકાર મુખ્ય આકર્ષણ છે, તેથી તેને કોરોનાવાઈરસનું સ્વરૂપ આપવા માટે ઘણી મહેનત લાગે છે. તેમજ તેની સાથે કોમ્બિનેશન માટે નોર્મલ નાનને માસ્કનો આકાર આપવામાં આવ્યો છે, જેનાથી આ ડિશ એકદમ અલગ દેખાય છે.

શેફની ક્રિએટીવિટી ખાસ છે
કોવિડ કરી હકીકતમાં મલાઈ કોફતા કરીનું નવું વર્ઝન છે. એક પ્યોર વેજીટેરિયન જૈન રેસ્ટોરાં છે. તેમાં કરી 220 રૂપિયાની છે, તેમજ એક નાન 40 રૂપિયાની છે. આ રેસિપીમાં શેફની ક્રિએટીવિટી જ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. તેમનો બિઝનેસ આ ડિશના કારણે ઘણો હિટ થઈ રહ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો