તેલંગાણા:આઈસોલેશનથી કંટાળેલી કોરોના સંક્રમિત સાસુએ તેની વહુને જબરદસ્તી બાથમાં લઈને ચેપ લગાડ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો

કોરોના મહામારીમાં આપણને આશ્ચર્ય પમાડે તેવી અનેક સ્ટોરી આવતી રહે છે. તેલંગાણામાં સાસુ-વહુનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કોરોના સંક્રમિત સાસુને આઈસોલેશનમાં રહેવું ગમતું નહોતું, આથી તેમણે પોતાની 20 વર્ષીય વહુને જબરદસ્તી બાથ ભરી. સાસુનાં આ કામથી નિર્દોષ વહુ પણ કોરોના પોઝિટિવ થઈ ગઈ. હાલ તે પોતાના પિયરે ચાલી ગઈ છે. ત્યાં તેની સારવાર ચાલુ છે.

આઈસોલેશનમાં રહેવું ગમતું નહોતું
આ અજીબોગરીબ ઘટના ઉત્તર તેલંગાણામાં આવેલા સિરિકિલા જીલ્લાના સોમઈપિતા ગામની છે. સાસુ થોડા દિવસ પહેલાં કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તમનો ચેપ ઘરમાં બીજા કોઈને ના લાગે આથી તેમનું રહેવાનું અને ભોજન અલગ રાખ્યું હતું. ઘરનાં લોકોનું વર્તન બદલાઈ જતા અને સાસુ એકલા પડી જતા તેમણે પોતાની વહુને પણ ચેપ લગાડી દીધો.

‘હું સંક્રમિત થઈ તો તને પણ કરીશ’
હેલ્થ અધિકારી સાથે વાતચીત દરમિયાન પુત્રવધૂએ કહ્યું, ઘરનાં લોકો સાસુથી સોશિયલ ડિસ્ટન્સ રાખતા હતા તે તેમને ગમતું નહોતું. તેઓ તેમના પૌત્રોને પણ રમાડી શકતા નહોતા અને અમારા કોઈ સાથે બેસીને ભોજન પણ કરી શકે તેમ નહોતા. તેઓ બોલ્યા કે તને પણ કોરોના વાઈરસનો ચેપ લાગવો જોઈએ એમ કહીને જબરદસ્તી મને ગળે વળગી પડ્યા. કોરોના પોઝિટિવ થયા પછી તેમની સાથે કોઈ વાત નહોતું કરતું તે તેમને ગમતું નહોતું.

મહિલા તેના પિયર ચાલી ગઈ
ગળે વળગીને સાસુએ તેની વહુને કહ્યું, ‘હું મરી જઈશ તો તમે લોકો શું કરશો? તમે પછી પણ ખુશ થઈને રહેશો?’ પરિવારનાં અન્ય લોકોનું વિચારીને જ સાસુમાને અલગ રાખવામાં આવ્યા હતા પણ તેમના ગુસ્સાનો ભોગ નિર્દોષ વહુને બનવું પડ્યું. કોરોના સંક્રમિત થયા પછી વહુને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તેના બે છોકરાઓને લઈને પિયર ચાલી ગઈ. આ મહિલાનો પતિ રિક્ષા ડ્રાઈવર છે, તે કામની શોધમાં છેલ્લા 7 મહિનાથી ઓરિસ્સા ગયો છે.

અન્ય સમાચારો પણ છે...