કોરોના મહામારીએ આખી દુનિયાના જનજીવન પર અસર પાડી છે. કોરોનાવાઇરસને લીધે લોકોની ઉંમર અને આવકમાં ઘટાડો નોંધાયો છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખબર પડી કે, મહિલાઓની સરખામણીએ પુરુષોની જીવવાની આશામાં વધારે ઘટાડો દેખાયો છે.
ઇન્ટરનેશનલ જર્નલ એપિડેમિયોલોજીમાં પબ્લિશ રિસર્ચના લેખક ડૉ. રિદ્ધિ કશ્યપે જણાવ્યું કે, મોટાભાગના દેશોમાં મહિલાઓની સરખામણીએ પુરુષોની જીવન જીવવાની આશામાં વધારે પડતો ઘટાડો દેખાયો છે. દુનિયાના 15 દેશોનાં પુરુષોમાં જીવન જીવવાની આશા ઓછી થઈ. તેની સામે 11 દેશોની મહિલાઓએ કોરોના ટાઈમમાં જીવન જીવવાની આશા ખોઈ.
બીજા વિશ્વયુદ્ધ પછી કોરોના જિંદગી માટે જોખમી બન્યું
ન્યૂઝ એજન્સી રૉયટર્સના રિપોર્ટ પ્રમાણે, કોરોનાને લીધે સૌથી વધારે ઉંમરમાં ઘટાડો અમેરિકન પુરુષોમાં દેખાયો. જિંદગી જીવવાની આશામાં સૌથી વધારે ઘટાડો બીજા વિશ્વ યુદ્ધ પછી કોરોનાને લીધે આવ્યો છે. રિસર્ચમાં 29 દેશોમાંથી 27 દેશોમાં વર્ષ 2019ની સરખામણીએ ઉંમરમાં સૌથી વધારે ઘટાડો દેખાયો છે. તેમાં યુરોપિયન દેશો, અમેરિકા અને ચિલી સામેલ છે.
જ્હોન હૉપકિન્સન યુનિવર્સિટીના આંકડા પ્રમાણે, આખી દુનિયા કોરોનાવાઇરસની ઝપેટમાં આવ્યા પછી અત્યાર સુધી 5 કરોડ લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં મૃત્યુદર સૌથી વધારે છે. એ પછી બ્રાઝિલ અને ભારતમાં વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.
ડૉ. રિદ્ધિ કશ્યપે અપીલ કરી કે, અન્ય દેશોને પણ રિસર્ચ પ્રોસેસમાં સામેલ કરવા જોઈએ. ખાસ કરીને મધ્યમ ઈન્કમ ગ્રુપવાળા દેશના નાગરિકોને આ પ્રકારના રિસર્ચમાં સામેલ કરવા જોઈએ.
WHOએ ફરીથી કોરોનાવાઇરસ પર રિસર્ચ કરવા માગ કરી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાવાઇરસ કેવી રીતે ફેલાયો તેની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે 20 વૈજ્ઞાનિકોની ટીમ બનાવી છે.વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ પ્રમાણે, WHO નવાએ નવા પુરાવા શોધવા માટે વૈજ્ઞાનિકોની ટીમ બનાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.