પ્રેગ્નન્સી દરમિયાન કોરોના સંક્રમણ થવા પર પ્રી મેચ્યોર ડિલીવરી થવાનું જોખમ વધી જાય છે. આ દાવો સેન ફ્રાન્સિસ્કોની કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. આવી મહિલાઓ 32 અઠવાડિયાં પહેલાં જ બાળકને જન્મ આપી શકે છે. પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓમાં કોવિડ સંક્રમણ થવાનું જોખમ 60% સુધી વધારે રહે છે.
રિસર્ચ
સંશોધકોએ કેલિફોર્નિયામાં જુલાઈ 2020થી જાન્યુઆરી 2021 દરમિયાન જન્મેલાં બાળકોનાં બર્થ સર્ટિફિકેટનું અવલોકન કર્યું. આ સમયગાળામાં 2,40,157 બાળકોનો જન્મ થયો. તેમાંથી 9 હજાર બાળકોની માતાને પ્રેગ્નન્સી દરમિયાન કોરોના થયો હતો. રિસર્ચમાં સામે આવ્યું કે સામાન્ય ગર્ભવતી મહિલાઓમાં 8.7% અને કોવિડથી પીડિત ગર્ભવતી મહિલાઓમાં 11.8% પ્રી મેચ્યોર ડિલીવરી થઈ.
બીપી અને મેદસ્વિતા વધી તો જોખમ વધારે
સંશોધકોનું કહેવું છે કે, પ્રેગ્નન્ટ મહિલાઓમાં કોવિડથી સંક્રમણનું જોખમ વધારે હોય છે. તેવામાં જે મહિલાઓ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને મેદસ્વિતાથી પીડિત છે તેમને પ્રી મેચ્યોર ડિલીવરી થવાનું જોખમ 160% સુધી વધુ રહે છે.
પ્રી મેચ્યોર ડિલીવરી અર્થાત બાળકોમાં કોમ્પ્લિકેશનનું જોખમ
સંશોધક દેબોરાહ કેરાસેકના જણાવ્યા પ્રમાણે, બાળકની પ્રી મેચ્યોર ડિલીવરી થવા પર ઘણા પ્રકારના જોખમ વધે છે. તેમનામાં અનેક પ્રકારના કોમ્પ્લિકેશન વધે છે. રિસર્ચના પરિણામ જણાવે છે કે, પ્રી મેચ્યોર ડિલીવરી રોકવા માટે પ્રેગ્નન્સી દરમિયાન કોરોનાથી બચાવ કરવો જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.