પાર્ટનરના પ્રેમથી વધે ઉંમર:સિંગલ લોકોની સરખામણીએ કપલ વધુ જીવે છે, હેપ્પી હોર્મોન્સથી દુખ પણ થાય છે ઓછું

3 મહિનો પહેલાલેખક: ઐશ્વર્યા શર્મા
  • કૉપી લિંક

કહેવામાં આવે છે કે, જીવનમાં પ્રેમ જ મોટી તાકાત છે. જયારે પતિ-પત્ની એકબીજા સાથે ખુશ રહે છે, તો કોઈ પણ મોટી મુશ્કેલી પણ નાની લાગે છે. જો કોઈ પાર્ટનર બીમાર પડી જાય છે તો બીજો તેની દવા બની જાય છે. હાલમાં જ ચીનમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, પેટના કેન્સરના દર્દીઓ જો તેના લગ્નજીવનમાં ખુશ હોય તો સિંગલ લોકો કરતાં વધુ જીવે છે.

72 % પરણિત પુરુષો અને મહિલાઓની વધી ઉંમર
ચીનની અનહુઈ મેડિકલ યુનિવર્સિટીમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં 2010-2015 વચ્ચે પેટના કેન્સર સામે ઝઝૂમી રહેલા 3600 લોકો પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ દર્દીઓન રિકવર કરવામાં ઉંમર, ટ્યુમરની સાઈઝ અને દર્દી કુંવારા છે કે પરણિત તે વિશે પણ જાણકારી મેળવી હતી. ચીનમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે 72% પરિણીત પુરુષો અને સ્ત્રીઓ કેન્સર થયા પછી લાંબુ જીવે છે. જ્યારે સિંગલ વ્યક્તિ સાથે આવું થતું નથી.

એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, પુરુષો કરતાં સ્ત્રીઓની ઉંમર વધારે હોય છે. આ પાછળ કારણ એવું છે કે, કપલ એકબીજાને ઈમોશનલ ટેકો આપે છે જે એક દવાનું જ કામ કરે છે.

હોર્મોન્સથી પણ થઇ શકાય છે ચિંતામુક્ત
ઉદયપુરમાં આવેલી GBH અમેરિકન હોસ્પિટલના પીડિયાટ્રિક એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. વિનોદ બોકાડિયાએ જણાવ્યું હતું કે, માનવ મગજમાં ન્યુરોટ્રાન્સમીટર હોય છે જે લાગણીઓને કંટ્રોલ કરે છે. જ્યારે વ્યક્તિ ટેન્શનમાં હોય છે, ત્યારે સ્ટ્રેસ લેવલ વધી જાય છે અને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, સ્થૂળતા જેવા રોગો વધી જાય છે.

જો કપલ વચ્ચે પ્રેમ હોય અને ખુશખુશાલ જીવન વિતાવે છે, તો તેમાંથી હેપ્પી હોર્મોન્સ આવે છે. જે સ્ટ્રેસને ઓછો કરે છે. જો કોઈ વ્યક્તિ બીમાર પડે છે અને પાર્ટનર તેનું ધ્યાન રાખે છે તો બીમારીની અસર ઓછી થઇ જાય છે.

લાંબા સમય સુધી સાથે રહેવાથી હીલિંગ રિલેશનશિપ હોય છે
કાઉન્સેલર ગીતાંજલિ શર્માએ જણાવ્યું હતું કે, જો પતિ-પત્નીનો સંબંધ ખુશખુશાલ હોય તો તેમનામાં હીલિંગ સંબંધ બને છે. જ્યારે એકને કોઈ તકલીફ હોય છે, ત્યારે બીજો તેને દૂર કરવા માટે તમામ પ્રયત્નો કરે છે.

આ બોન્ડિંગ ત્યારે જ રહે છે જ્યારે સંબંધમાં વિશ્વાસ, ઈમાનદારી, પ્રેમ અને ધીરજ હોય. જ્યારે 2 વ્યક્તિ લાંબા સમય સુધી સાથે રહે છે, ત્યારે તેમની વચ્ચે આ સંબંધ બને છે.
ડોક્ટર પાસે ઓછા જાય છે કપલ
અમેરિકા ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસે લગ્ન અને સ્વાસ્થ્ય પર એક અભ્યાસ હાથ કર્યો હતો. આ અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે, પરિણીત લોકો ઓછી વાર ડૉક્ટરની મુલાકાત લે છે. આની પાછળનું કારણ એ હતું કે, જ્યારે બે લોકો વચ્ચે સારો સંબંધ હોય છે ત્યારે તેઓ પોતાનું અને પોતાના પાર્ટનરનું ધ્યાન રાખે છે. આ સાથે એમ કહ્યું હતું કે, સુખી દાંપત્ય જીવન સ્ત્રીઓ અને પુરુષોને ડિપ્રેશનથી દૂર રાખે છે. કપલનું બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.