તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Lifestyle
 • Couple Offers 'better' Food To Guests Who Bring A Pricey Wedding Gift, Wedding Invitation Viral On Internet

યુનિક ઈન્વિટેશન:લગ્નમાં હાજર થનાર મહેમાનોને કેવું ભોજન પીરસાશે તે આપેલી ગિફ્ટની કિંમત પ્રમાણે નક્કી થશે, ઈન્ટરનેટ પર ગિફ્ટની કેટેગરી સાથેનું વેડિંગ ઈન્વિટેશન વાઈરલ

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કપલે મહેમાનોને લગ્નમાં ભોજન માટે તેમની ગિફ્ટ્સની કિંમત અગાઉથી જણાવવા માટે કહ્યું
 • કપલે લવિંગ, ગોલ્ડન, સિલ્વર અને પ્લેટિનમ એમ ગિફ્ટ્સની 4 કેટેગરી બનાવી
 • પ્લેટિનમ ગિફ્ટ કેટેગરીમાં મિનિમમ 74,685 રૂપિયાની ગિફ્ટ આપનારને લગ્નમાં શાકાહારી ભોજન મળશે

લગ્નમાં દુલ્હા દુલ્હનને સારી એવી મોંઘી ગિફ્ટ્સની આશા હોય છે. તો સામે મહેમાન બનીને આવનારા લોકોને પણ લગ્નમાં સારા ભોજનની અપેક્ષા હોય છે. એક કપલના વેડિંગ ઈન્વિટેશનનો ફોટો જબરદસ્ત વાઈરલ થઈ રહ્યો છે. તેમાં કપલ ગિફ્ટ્સની કિંમત પ્રમાણે મહેમાનને ભોજન પરોસશે તેવી વાત જણાવામાં આવી છે.

લગ્નમાં હાજર થનારા મહેમાનોએ પહેલાંથી જણાવવું પડશે કે તેઓ લગ્નમાં કઈ કિંમતની ગિફ્ટ આપવાના છે. તે પ્રમાણે તેમને ભોજન પીરસાશે. આટલું જ નહિ કપલે કાયદેસરની તેના માટે કેટેગરી બનાવી છે. આ કેટેગરી પ્રમાણે મહેમાનોને ભોજન મળશે:

 • લવિંગ ગિફ્ટ: કિંમત $250 સુધી (આશરે 18,650 રૂપિયા)
 • ગોલ્ડન ગિફ્ટ: કિંમત $251 (આશરે 18,700 રૂપિયા)થી $500 (આશરે 37,300 રૂપિયા)
 • સિલ્વર ગિફ્ટ: કિંમત $501 (આશરે 37,380 રૂપિયા)થી $1000 (આશરે 74,600 રૂપિયા)
 • પ્લેટિનમ ગિફ્ટ: કિંમત $1001 (આશરે 74,685 રૂપિયા)થી $2500 (1,86,500 રૂપિયા)

લવિંગ ગિફ્ટ આપનારા મહેમાનોને ભોજનમાં રોસ્ટ ચિકન અ્ને સ્વૉર્ડફિશ મળશે. સિલ્વર ગિફ્ટ આપનારા મહેમાનોને સ્લાઈસ સ્ટિક અને પૉચ્ડ સેલ્મન બેમાંથી એક પસંદ કરવા મળશે. ગોલ્ડન ગિફ્ટ આપનારા મહેમાનોને ઉપલી કેટેગરીના ઓપ્શન મળશે. સાથે જ ફિલ્ટ મિગ્નન અથવા લોબ્સ્ટર ટેઈલ મળશે. પ્લેટિનમ ગિફ્ટ આપી રહેલા મહેમાનોને ઉપરની કેટેગરીના ફૂડ અને લોબ્સ્ટર સાથે શેમ્પેઈનમાંથી પસંદગી કરવા મળશે.

ઈન્વિટેશન પ્રમાણે, લગ્નમાં શાકાહારી ભોજન માત્ર પ્લેટિનમ ગિફ્ટ કેટેગરીમાં જ મળશે. ઈન્વિટેશનમાં કપલે મહેમાનોને 13 સપ્ટેમ્બર સુધીમાં તેઓ કઈ કેટેગરીની ગિફ્ટ આપશે તે જણાવવા માટે કહ્યું છે.

સોશિયલ મીડિયા પર આ ઈન્વિટેશન વાઈરલ થઈ રહ્યું છે. યુઝર્સ તેના પર ફની કમેન્ટ્સ કરી જણાવી રહ્યા છે કે આ કપલ તો લાલચી છે. તો કેટલાકે ઈમોશનલ થઈને કહ્યું કે આ જ કામ કોઈ ચેરિટી માટે કર્યું હોત તો વધારે સારું હોત.

અન્ય સમાચારો પણ છે...