કોરોનાટાઈમમાં યોજાનારા લગ્નમાં નતનવા ફેરફાર જોવા મળી રહ્યા છે. ઘણા લોકો બધા ફંક્શન એક જ દિવસમાં પૂરા કરી રહ્યા છે તો ઘણી જગ્યાએ દુલ્હા-દુલ્હન વીડિયો કોલ દ્વારા મહેમાનોના આશીર્વાદ લઇ રહ્યા છે. આ દરમિયાન તમિલનાડુના એક કપલના લગ્નની સ્પેશિયલ અરેન્જમેન્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહી છે.
આ કપલે મહેમાનો માટે માત્ર વેબકાસ્ટ જ નહિ પણ મહેમાનોના ઘરે ફૂડ ડિલિવરીનું પણ આયોજન કર્યું. એક યુઝરે હાલમાં જ આ લગ્નની કંકોત્રી પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. લગ્નના મેન્યુની ડિટેલ્સ પણ કાર્ડમાં લખી છે. દરેક મહેમાનોને ચાર રંગબેરંગી અને સુંદર બાસ્કેટ મોકલ્યા.
સોશિયલ મીડિયા યુઝર્સને લગ્નનો આ આઈડિયા સૌથી વધારે ગમ્યો છે. એક યુઝરે કહ્યું, આ મસ્ત આઈડિયા છે. બીજા યુઝરે લખ્યું, જો લગ્નમાં ભોજનનો બગાડ અટકાવવો હોય તો કોરોનાટાઈમ પછી પણ આ આઈડિયા અમલમાં મૂકવો જોઈએ. કપલે ડિલિવર કરેલા ફૂડમાં એ પણ જણાવ્યું કે પેક કરેલા કેળના પાન પર કઈ વસ્તુ કઈ જગ્યા પર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.