• Gujarati News
  • Lifestyle
  • Cosmetic Surgery Craze In Men For Promotion, Chest, Nose And Lip Replacement Costs Rs 3.5 Lakh

પ્લાસ્ટિક અને કોસ્મેટિક સર્જરીમાં તફાવત!:પ્રમોશન માટે પુરુષોમાં કોસ્મેટિક સર્જરીનો ક્રેઝ, ચેસ્ટ, નાક અને હોઠ બદલવાનો ખર્ચ 3.5 લાખ રૂપિયા

7 દિવસ પહેલા

આજે મહિલાઓની સાથે-સાથે પુરુષોમાં પણ ખૂબસૂરત દેખાવાનો ક્રેઝ વધી રહ્યો છે. પુરુષો પણ ચહેરા, નાક, હોઠ અને ત્યાં સુધી કાન અને એબ્સની પણ સર્જરી કરાવી રહ્યા છે. તો બીજી તરફ મહિલાઓ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટનું ચલણ વધી રહ્યું છે. પુરુષ બ્રેસ્ટ ટિસ્યૂઝ રિમૂવ કરાવીને શરીરને લઈને એલર્ટ થઇ રહ્યા છે.​​​​​​ કોસ્મેટિક અથવા એસ્થેટિક પણ કરાવે છે, જે આજકાલ પુરુષોમાં ટ્રેન્ડિંગ છે. આવો... જાણીએ ભારત સહિત આખી દુનિયામાં દર વર્ષે કેટલા પુરુષો કોસ્મેટિક સર્જરી કરાવે છે

બોડી ઈમેજ સુધારીને આત્મવિશ્વાસ વધારવાની ઈચ્છા
પુણેમાં 'ઈન્ડિયન એસોસિયેશન ઑફ એસ્થેટિક પ્લાસ્ટિક સર્જન્સ'ના પ્રમુખ ડૉ. આશિષ દવલભક્તે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પુરુષો સારા દેખાઈ એ માટે પ્લાસ્ટિક સર્જરી કરાવે છે. આ પ્લાસ્ટિક સર્જરી વિશે વાત કરીએ તો એક તેમની જરૂરિયાત અને બીજી બ્યૂટિફિકેશનની બાબત છે. જોકે પુરુષોની સંખ્યા હજુ પણ મહિલાઓથી ઓછી જ છે.

ડૉ. આશિષ એસ્થેટિક અને રિકન્સ્ટ્રક્ટિવ પ્લાસ્ટિક સર્જન છે. તેઓ જણાવે છે કે કેટલાક પુરુષને તેમના નાક પસંદ નથી, કેટલાક તેમના કાન છુપાવવા માગે છે, કેટલાક તેમની વૃદ્ધાવસ્થા છુપાવવા માગે છે અને કેટલાક સુંદર દેખાવાની ઈચ્છા રાખે છે. ઘણી વખત લોકો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનો ભોગ બને છે. તેમને લાગે છે કે તેમનું શરીર અન્ય પુરુષોની સરખામણીમાં સારું નથી.

જિમ જનારા લોકોનું વજન તો ઓછું થાય છે, પરંતુ સ્કિન લચી જાય છે
કેટલાક લોકો જિમમાં તનતોડ મહેનત કરીને વજન તો ઘટાડે છે.આમ છતાં મનગમતું પરિણામ મળતું નથી. વજન ઘટવાને કારણે તેમની ત્વચા ઢીલી થઇ જાય છે. એને કારણે વ્યક્તિ તેની ઉંમર કરતાં વધારે મોટા દેખાવા લાગે છે. આ પછી પ્લાસ્ટિક સર્જરી કરાવવાની તેમની જરૂરિયાત બની જાય છે. બીજી કેટેગરીમાં એવા લોકો છે, જેઓ સખત મહેનતને બદલે સર્જરી દ્વારા વજન ઘટાડવા માગે છે અને પછી કસરત અપનાવે છે. કેટલાક લોકો અકાળે વૃદ્ધત્વને ધીમું કરવા માટે પણ પ્લાસ્ટિક સર્જરીનો સહારો લે છે.

પ્લાસ્ટિક સર્જરી કરવામાં આઇટીના લોકો મોખરે
તો બીજી તરફ, બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓના હેર ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂકેલા ડૉ. સુનીલ ગાબાએ જણાવ્યું હતું કે કોરોનાના સમયમાં જ્યારે વર્ક ફોર્મ હોમ કલ્ચર વધ્યું તો સ્ક્રીન ટાઈમ પણ વધ્યો હતો. લોકો ઓનલાઈન મીટિંગમાં તેમના દેખાવ અંગે સજાગ જોવા મળ્યા હતા. ખાસ કરીને આઈટી પ્રોફેશનલ્સ તેમના દેખાવને લઈને ખૂબ જ સંવેદનશીલ હોય છે.

PGI ચંદીગઢના પ્લાસ્ટિક સર્જરીના પ્રોફેસર ડૉ. ગાબા જણાવે છે, કાઉન્સેલિંગ દરમિયાન કેટલાક પ્રોફેશનલ્સે કહ્યું હતું કે ફિટ દેખાવવું અને તેમની વધતી ઉંમરને છુપાવવી એ તેમની મજબૂરી છે, તેથી તેઓ કોસ્મેટિક સર્જરીનો આશરો લઈ રહ્યા છે. ડૉ. ગાબાના જણાવ્યા અનુસાર, આઇટી પ્રોફેશનલ્સના વધુપડતા લોકો નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવે છે, જેને 'ઝૂમ બૂમ' કહેવામાં આવે છે.

કોસ્મેટિક સર્જરી ને પ્લાસ્ટિક સર્જરીમાં મોટો તફાવત છે
ઇન્ડિયન સોસાયટી ઓફ એસ્થેટિક પ્લાસ્ટિક સર્જરી (ISAPS)ના આસિસ્ટન્ટ નેશનલ સેક્રેટરી ડો. મનોજ કાલરાના જણાવ્યા અનુસાર, ઘણા લોકો કોસ્મેટિક સર્જરી અને પ્લાસ્ટિક સર્જરીને એક જ સમજવાની ભૂલ કરે છે. પ્લાસ્ટિક સર્જરી અંગે વાત કરવામાં આવે તો શરીરમાં કોઈપણ પ્રકારની વિકૃતિને સુધારવા માટે કરવામાં આવે છે.

વિકૃતિ જન્મ સમયે હાજર હોઈ શકે છે અથવા દાઝી જવાના કિસ્સામાં, અકસ્માતો, કેન્સરની આડઅસર અથવા અન્ય તબીબી સારવારનું પરિણામ હોઈ શકે છે. આ માટે પાસે અલગ પ્લાસ્ટિક સર્જન પણ છે. જેમ હાથના વિકૃતિ સુધારવા માટે પ્લાસ્ટિક સર્જનો છે, એમ કેન્સરને કારણે થતી વિકૃતિઓને સુધારવા માટે ઓન્કો રિકન્સ્ટ્રક્ટિવ સર્જન છે.

તો શરીરના જે અંગ પહેલાથી જ બરાબર છે, પરંતુ તેને વધુ સારા બનાવવા, જેમ કે નાક નાનું હોય તો મોટું કરવું જોઈએ, નાક બેઠું હોય તો ઊંચું કરવું જોઈએ, જેને કોસ્મેટિક કે એસ્થેટિક સર્જરી કહેવામાં આવે છે.

લોકો કેમ કરાવે છે કોસ્મેટિક સર્જરી
ડો. ગાબા આગળ જણાવે છે, જે લોકો કોસ્મેટિક સર્જરી કરાવે છે તેમને પેશન્ટ કહેવામાં આવતા નથી. તેઓ લાઇફસ્ટાઇલ અને બ્યૂટિફિકેશન ઉદ્યોગના ગ્રાહકો કહેવામાં આવે છે. આ સર્જરી પછી લોકોમાં આ પ્રકારના ફેરફારો જોવા મળે છે...

  • આત્મવિશ્વાસ વધે છે
  • કામ કરવાની ક્ષમતા વધે છે
  • સેલ્ફ પ્રેજન્ટેશન સારું થાય છે
  • કરિયર ગ્રોથ વધે છે
  • ટીમ લીડર બને છે

પુરુષોમાં કોસ્મેટિક સર્જરી પાછળ કેટલો ખર્ચ થાય છે, કેટલો સમય લાગે છે, એની સાઇડ ઇફેકટ્સ શું છે એ વિશે જાણીએ

જિમ કલ્ચર પછી ગાયનેકોમાસ્ટિયા સર્જરીમાં ધરખમ વધારો થયો
ડૉ. સુનીલ ગાબા વધુમાં જણાવે છે કે ભારતમાં જિમ કલ્ચર પછી યુવાનો ગાયનેકોમાસ્ટિયા માટે વધારે આવે છે. છોકરાઓ જિમમાં જાય છે. સ્નાયુઓને મજબૂત બનાવવા માટે પ્રોટીન પાઉડર સાથે સ્ટીરોઇડ્સ પણ લેવામાં આવે છે. કેટલાક ઈન્જેક્શન પણ લે છે. સ્ટીરોઇડ્સને કારણે તેમની ત્વચા ઢીલી થઈ જાય છે. સ્તન બ્રેસ્ટ ગ્લેડસ વધે છે. રાઉન્ડ નેક ટી-શર્ટ અથવા સ્વિમસ્યૂટ પહેરવા પર બ્રેસ્ટ ટિસ્યૂઝ દેખાય છે, જે છોકરાઓને પસંદ નથી હોતા, તેથી જ તેઓ ગાયનેકોમાસ્ટિયા માટે આવે છે.

અમેરિકનોની તુલનામાં ભારતીયોમાં ફેસલિફ્ટ્સનો ઓછો ટ્રેન્ડ
અમેરિકામાં વિશ્વમાં સૌથી વધુ એસ્થેટિક સર્જરીઓ થાય છે. વર્ષ 2021માં ત્યાં 87 હજારથી વધુ ફેસલિફ્ટ સર્જરી કરવામાં આવી હતી જ્યારે ભારતમાં તે માત્ર 5 હજારની આસપાસ છે. ડૉ. સુનીલ ગાબા કહે છે કે ફેસલિફ્ટ સર્જિકલ અને નોન-સર્જિકલ એમ બંને રીતે કરવામાં આવે છે. અમેરિકન લોકોની સરખામણીમાં ભારતીયોની ત્વચા કાળી અને જાડી હોય છે. સફેદ ત્વચામાં કોલેજન ઓછું હોય છે..તેથી જ ત્યાં 45-50 વર્ષની ઉંમરે ત્વચા ઢીલી થવા લાગે છે. જ્યારે ભારતીયોમાં તે 60 વર્ષની ઉંમર પછી જોવા મળે છે. જોકે કેટલાક પ્રોફેશનલ્સ, સેલિબ્રિટીઝ, એક્ટર્સ ફેસ લિફ્ટ કરે છે. આજકાલ લેસર થેરાપી કે થ્રેડ દ્વારા પણ ત્વચાને ટાઇટ કરવામાં આવે છે.

ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે બોટોક્સ ટ્રીટમેન્ટ
ડૉ. આશિષ જણાવે છે કે, અમેરિકાની જેમ ભારતમાં બ્યૂટિફિકેશન ટ્રીટમેન્ટમાં સર્જરી કરતાં નોન-સર્જિકલ ટ્રીટમેન્ટ વધુ કરવામાં આવે છે. સૌથી લોકપ્રિય સર્જરી બોટોક્સ છે. બોટોક્સ આમ તો એક પ્રકારની દવા છે, જે ચોક્કસ વિસ્તારમાં ઇન્જેક્ટ કરવામાં આવે ત્યારે સ્નાયુઓને લકવાગ્રસ્ત કરે છે .ત્વચા પર પડેલી કરચલીઓ ખૂબ જ ઓછી માત્રામાં ઉપયોગ કરવાથી ઠીક થાય છે. તેવી જ રીતે, હાયલોરોનિક એસિડના ઇન્જેક્શન દ્વારા એન્ટી-એજિંગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.

આવો એ પણ જાણીએ કે, ભારતમાં કયાં-કયાં અંગોની કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે.

પુરુષોમાં હેર ટ્રાન્સપ્લાન્ટ સૌથી સામાન્ય વાત છે

RIMS, રાંચીના પ્લાસ્ટિક સર્જરીના વડા ડો. વિક્રાંત રંજન જણાવે છે કે મોટા ભાગના પુરુષો વાળ ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે, જે પૈકી 35થી 45 વર્ષની વય જૂથમાંના લોકો સૌથી વધુ છે.

પુરુષોમાં સૌથી વધુ હીનતા વાળ ખરવા વિશે હોય છે. 2010 પછી આ પ્રમાણ વધુ ને વધુ જોવા મળ્યું છે. રસપ્રદ વાત એ છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ માત્ર ક્લિનિકમાં જ નહીં, બ્યૂટિપાર્લરમાં પણ કરવામાં આવે છે.

ડો.વિક્રાંત વધુમાં જણાવે છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ વિશે ઘણી માન્યતાઓ છે. જોકે જો નિષ્ણાતો દ્વારા કરવામાં આવે તો એ એકદમ સલામત છે. એમાં તમારા પોતાના વાળને જ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. જ્યારે કોઈના વાળ ખરી જાય છે, તો પાછળની બાજુના વાળ રહે છે. આ વિસ્તારને 'ડોનર એરિયા' કહેવામાં આવે છે, જ્યારે અન્ય વિસ્તારને 'રિસીપીએટ એરિયા' કહેવામાં આવે છે. હેર ટ્રાન્સપ્લાન્ટમાં વાળના ફોલિકલ્સને એક વિસ્તારમાંથી દૂર કરીને બીજા વિસ્તારમાં લગાડવામાં આવે છે.

ભારતમાં કોસ્મેટિક ટૂરિઝમ વધી રહ્યું છે
ડૉ. આશિષ દાવલાભક્ત જણાવે છે, કોરોના પહેલાં કોસ્મેટિક સર્જરી પર વધુ ભાર આપવામાં આવતો હતો, પરંતુ મહામારીના બે વર્ષમાં બધું અટકી ગયું હતું. અગાઉના ગ્રાહકો કોસ્મેટિક સર્જરી માટે યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા, મધ્ય પૂર્વથી ભારતમાં આવતા હતા. અહીં કોસ્મેટિક સર્જરી કરાવવી તેના માટે પોસાય તેમ હતું તેમજ વધુ સારી તબીબી સેવા પણ મળતી હતી. કોરોનાને કારણે તેમાં ઘટાડો થયો છે. 2016 માં ભારત વિશ્વમાં કોસ્મેટિક સર્જરીમાં ચોથા ક્રમે હતું, પરંતુ હવે તે આઠમા સ્થાને છે. ભારતીય પુરુષોમાં કોસ્મેટિક સર્જરીનું ચલણ વધ્યું છે અને કોરોનાને કારણે લાદવામાં આવેલ પ્રવાસ પ્રતિબંધ પણ હટાવી લેવામાં આવ્યો છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં ભારત ફરીથી કોસ્મેટિક સર્જરીના મામલે આગળ આવી શકે છે.