તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અનોખી પહેલ:ટોક્યોનાં રેસ્ટોરાંમાં સોશિયલ ડિસ્ટન્સિંગ વખતે ગ્રાહકોને એકલું ન લાગે એટલે અમુક અંતરે પૂતળાં મૂક્યાં

3 મહિનો પહેલા
  • મસાતો ટેકમાઈન ચાઈનીઝ રેસ્ટોરાંમાં કુલ 16 પૂતળાં મૂકેલા છે
  • આ પૂતળાંને લીધે બહારથી રેસ્ટોરાંમાં ભીડ દેખાય છે

કોરોનાને લીધે રેસ્ટોરાંનો ધંધો ઠપ થઇ ગયો છે. ઘણા દેશમાં લોકડાઉન પૂરું થઇ ગયા પછી રેસ્ટોરાંમાં ગ્રાહકોને આકર્ષવા તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અલગ-અલગ પહેલ કરવામાં આવી રહી છે. ટોક્યોમાં મોટાભાગનાં રેસ્ટોરાં ખાલી છે, પરંતુ એક એવું રેસ્ટોરાં છે જ્યાં ભીડ દેખાય છે. મસાતો ટેકમાઈન ચાઈનીઝ રેસ્ટોરાંમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને ગ્રાહકોનું એકલાપણું દૂર કરવા માટે ડમી કસ્ટમરને ગોઠવી દીધા છે. આ મોડલથી સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રહેશે અને ગ્રાહકોને પરિવાર સાથે જમતા હોય તેવો અનુભવ થશે.

રેસ્ટોરાંમાં કુલ 16 પૂતળાં મૂકેલા છે. આ બધાના ચહેરાના હાવભાવ અલગ છે.ડમી કસ્ટમરને જાપાની ડ્રેસ અને વેસ્ટર્ન ડ્રેસ પહેરાવ્યો છે.

રેસ્ટોરાંનું કહેવું છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે ટેબલ પણ વધારે અંતર રાખ્યું હતું, પરંતુ તેમ કરવાથી અહિ આવતા લોકોને એકલું લાગતું હતું. રેસ્ટોરાંમાં કન્સ્ટ્રકશન કામ ચાલતું હોય તેવું લાગતું હતું.

રેસ્ટોરાંના માલિકે આ આઈડિયા વિશે જણાવ્યું કે, આ પૂતળાંને લીધે બહારથી રેસ્ટોરાંમાં ભીડ દેખાય છે. કસ્ટમરને સર્વિસ આપતી વખતે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.

જાપાનમાં કોરોનાના વધતા જતા કેસને જોઈને ઇમર્જન્સી લાગુ કરી હતી. આ દરમિયાન રેસ્ટોરાં બંધ કરી દીધું હતું. મે મહિનામાં લોકડાઉન પૂરું થઇ ગયા પછી લોકો હવે બહાર જઈને ભોજન કરી રહ્યા છે. કોરોનાના ડર પછી હવે પરિસ્થિતિ ધીમે-ધીમે નોર્મલ થઇ રહી છે.

અહિ મે મહિનાના અંત સુધીમાં દુકાનો ખોલવાની શરુ કરી હતી, પરંતુ પહેલાં કરતાં હવે માત્ર 50 ટકા ગ્રાહકો જ આવે છે. રેસ્ટોરાંના માલિકને આશા છે કે, ધીમે-ધીમે બધું પહેલાં જેવું જ નોર્મલ થઇ જશે.

રેસ્ટોરાંમાં ડમી કસ્ટમરનો આઈડિયા લોકોને પસંદ આવી રહ્યો છે. લોકો અહિ પરિવાર સાથે આવે છે અને ડમી કસ્ટમર સાથે ફોટો પડાવીને સોશિયલ મીડિયામાં શેર કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો