• Gujarati News
  • Lifestyle
  • Coronavirus Treatment; Kalonji (Nigella Seeds) Prevents Spread Of COVID Infection In Lungs

ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોનો દાવો:કલોંજી ફેફસાંમાં કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાતા રોકે છે, ઈમ્યુન સિસ્ટમ બેકાબુ થતાં પણ બચાવે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિડની યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના સંશોધકોએ તેમનાં રિસર્ચમાં દાવો કર્યો
  • કલોંજી કોરોના વાઈરસના સ્પાઈક પ્રોટીનથી વળગી રહે છે અને તેને ફેફસાં સુધી પહોંચવા દેતાં નથી
  • તે બ્લડ શુગર લેવલ અને કોલેસ્ટેરોલ કન્ટ્રોલ કરવામાં પણ મદદ કરે છે

કલોંજીના અનેક ફાયદા વિશે તમે સાભળ્યું હશે હવે તે કોરોના વાઈરસ સામે પણ અસરકારક સાબિત થઈ છે. તેમાં 'થાઈમોક્વિનોન' નામનું તત્વ હોય છે. તે કોરોના વાઈરસના સ્પાઈક પ્રોટીનથી વળગી રહે છે અને તેને ફેફસાં સુધી પહોંચવા દેતાં નથી. કલોંજીના ઉપયોગ કોરોનાની સારવારમાં પણ કરી શકાય છે. આ દાવો ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ કર્યો છે.

'સાયટોકાઈન સ્ટૉર્મ' ને રોકે છે
રિસર્ચ કરનારી સિડની યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના પ્રોફેસર કનીઝ ફાતિમા શાહનું કહેવું છે કે, કોરોનાથી સંક્રમિત ઘણા દર્દીઓમાં ઈમ્યુન સિસ્ટમ બેકાબુ બની જાય છે. પરિણામે રોગોથી બચાવનાર ઈમ્યુન સિસ્ટમ જ શરીરને નુક્સાન પહોંચાડે છે. તેને સાયટોકાઈન સ્ટૉર્મ કહેવાય છે. કલોંજી આ સાયટોકાઈન સ્ટૉર્મને રોકવાનો પ્રયાસ કરે છે. સાથે જ સોજો પણ ઓછો કરે છે. થાઈમોક્વિનોનને કારણે અસ્થમા, એક્ઝિમા, આર્થ્રાઈટિસની સારવારમાં કલોંજી અસરકારક સાબિત થાય છે.

હજારો વર્ષોથી ઘરગથ્થું ઉપચારમાં ઉપયોગ

સંશોધક ડેનિસ કોર્ડેટો કહે છે કે, કલોંજીનો ઉપયોગ હજારો વર્ષોથી ઘરગથ્થું ઉપચાર તરીકે થાય છે. કલોંજીમાં રહેલા થાઈમોક્વિનોનને કારણે સોજા અને સંક્રમણથી જોડાયેલી બીમારીની સારવાર કરી શકાય છે. તે સ્ટેફાયલોકોકસ જેવા બેક્ટેરિયા અને ઈન્ફ્લુએન્ઝા જેવા વાઈરસનો નાશ કરવામાં મદદ કરે છે.

પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકામાં વધારે ઉપયોગ
કલોંજીના બીજનો સૌથી વધારે ઉપયોગ ઉત્તર આફ્રિકા અને પશ્ચિમ એશિયામાં થાય છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ડાયટમાં કલોંજીનો ઉપયોગ કરવાથી કોલેસ્ટેરોલ ઘટાડી શકાય છે. તેમાં એન્ટિ ઓકસિડન્ટ્સ જોવા મળે છે જે સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. એક રિસર્ચ પ્રમાણે, તે બ્લડ શુગર કન્ટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે.