તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાકાળમાં ટેટૂનો ટ્રેન્ડ:લોકોમાં કોરોનાવાઈરસ ટેટૂનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, મહામારીને અટકાવવા માટે લોકો તેને અસરકારક રીત માની રહ્યા છે

એક મહિનો પહેલા
  • અત્યારે કોરોના સામે રક્ષણનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેમાં લોકો કોરોના સાથે જોડાયેલા વિવિધ પ્રકારના ટેટૂ પોતાના શરીર પર બનાવી રહ્યા છે
  • કોઈ પોતાના હાથમાં હેન્ડવોશનો મેસેજ આપતા ટેટૂ કરાવી રહ્યા છે કોઈ કોરોનાવાઈરસ બેક્ટેરિયા પોતાની બોડી પર બતાવવાનું પસંદ કરે છે

કોરોનાકાળમાં આ મહામારીથી બચવા માટે લોકોએ શું નથી કર્યું. કોઈએ ઘરમાં મંદિર બનાવીને કોરોના દેવીની પૂજા કરી તો કોઈએ કોરોના બાબાને મનાવવા માટે તમામ પ્રયત્નો કર્યા.

અત્યારે કોરોનાની વચ્ચે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેમાં લોકો કોરોના સાથે જોડાયેલા વિવિધ પ્રકારના ટેટૂ તેમના શરીર પર બનાવી રહ્યા છે. તેમનું માનવું છે કે, આ ટેટૂ કોવિડ-19થી તેમને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

ફોટો-metro.co.uk

સ્પેનના એન્ડ્રેસ વેગા છેલ્લા 21 વર્ષથી પોતાના કસ્ટમર માટે ટેટૂ બનાવી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, આજકાલ તેમને ઘણા એવા કસ્ટમર્સ મળી રહ્યા છે જે કોવિડ -19 દરમિયાન સંઘર્ષ કરી રહેલા પ્રોફેશનલના ટેટૂ બનાવવાનું પસંદ કરી રહ્યા છે.

એન્ડ્રે પોતાના એક ટેટૂમાં માસ્ક પહેરલી ફીમેલ નર્સનો ફેસ બનાવ્યો છે. તેમને આ માસ્કને સુંદર રીતે તેમના કસ્ટમરના હાથના બાવડા પર બનાવ્યો છે. નર્સના ફોટોની નીચેની તરફ એક સુંદર ફૂલોથી બનેલી ડિઝાઈન પણ જોવા મળી રહી છે.

32 વર્ષીય સિડનીના નિવાસી ટેટૂ આર્ટિસ્ટ લાંસ ઓરિયન વિલ્બ્રોએ તાજેતરમાં પોતાના ક્લાઈન્ટ માટે લોકડાઉન દરમિયાન ઘરમાં રહેતા લોકો દ્વારા કરવામાં આવેલા સંઘર્ષને બતાવવા માટે એક પરમેન્ટ ટેટૂ બનાવ્યું છે.

ટેટૂ કરાવનારા લોકોમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખુશ થવાનો આ ટ્રાન્ડ અસરકારક સાબિત થઈ રહ્યો છે. કોઈ પોતાના હાથમાં હેન્ડવોશનો મેસેજ આપતા ટેટૂ બનાવી રહ્યા છે તો કોઈ કોરોનાવાઈરસના બેક્ટેરિયા પોતાની બોડી પર બતાવવાનું પસંદ કરે છે.

જો કે, કેટલાક લોકો આ ટેટૂની મજાક ઉડાવી રહ્યા છે. પરંતુ જેનનું માનવું છે કે, આ ટેટૂની કોરોનાકાળ દરમિયાન લોકો પર સકારાત્મક અસર જોવા મળી રહી છે.

કેટલાક લોકો તેને લોકડાઉનને યાદ રાખવાની રીત માને છે. તેથી, તેઓ ટેટૂ કરાવવાની તકને ગુમાવવા માગતા નથી. એક વ્યક્તિએ ગ્રીન માઈક્રોસ્કોપિક વાઈરસ ટેટૂ બનાવ્યું. તેમનું માનવું છે કે, આ પ્રકારની ટેટૂ ડિઝાઈન તેને વાઈરસથી બચાવવામાં મદદ કરશે.

પોતાના શોખ માટે બનાવેલા આ ટેટૂ તમને ફેશનેબલ બનાવે છે પરંત અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી મળ્યા જેનાથી એ સમજી શકાય કે આ ટેટૂ કોરોનાની સામે રક્ષણ આપે છે કે નહીં.

27 વર્ષીય ટેલર ડુવિન કેનેડામાં રહે છે. તેમને કોરોનાવાઈરસના ટેટૂની ડિઝાઈનવાળી એક ફ્લેશ શીટ બનાવી છે. તે કહે છે કે, મારી પાસે આ પ્રકારના ટેટૂ બનાવવા માટે ઘણી રિક્વેસ્ટ આવી રહી છે. તેમણા જણાવ્યા પ્રમાણે, આ શીટ લોકડાઉન દરમિયાન તે સમયે બનાવવામાં આવી હતી જ્યારે તેમની પાસે કોઈ કામ નહોતું. પોતાનો કંટાળો દૂર કરવા માટે તેને આ ટેટૂ બનાવ્યા હતા અને ત્યારે આ ટેટૂ દ્વારા તે સારી એવી કમાણી કરી રહી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો