તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Coronavirus Lung Transplant Telangana | Doctors Perform Double Lung Transplant On Coronavirus Covid 19 Patient In Telangana ; Here's All You Need To Know

ફર્સ્ટ ટાઇમ ઇન ઇન્ડિયા:ચંદીગઢના કારોનાપીડિતનું હૈદરાબાદમાં ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ થયું, કોલકાતાની બ્રેન ડેડ વ્યક્તિએ જીવનદાન આપ્યું

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેશમાં પ્રથમ વખત કોરોનાપીડિત વ્યક્તિનું ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ તેલંગાણાની રાજધાની હૈદરાબાદની કૃષ્ણા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં થયું છે.
  • 32 વર્ષીય રિઝવાનને પહેલેથી જ સારકોઇડોસિસ નામની બીમારી હતી, કોરોના થવા પર એકમાત્ર ટ્રાન્સપ્લાન્ટ જ વિકલ્પ હતો
  • રિઝવાનનાં બંને ફેફસાં ડેમેજ થવા પર ઓક્સિજનની ઊણપ સર્જાઈ હતી

દેશમાં પ્રથમ વખત કોરોનાપીડિત વ્યક્તિનું ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ થયું છે. આ ટ્રાન્સપ્લાન્ટ તેલંગાણાની રાજધાની હૈદરાબાદની કૃષ્ણા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં થયું છે. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે, 32 વર્ષીય દર્દીનું નામ રિઝવાન ઉર્ફે મોનુ છે. તે ચંદીગઢમાં રહે છે. સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

ઓક્સિજનની ઊણપ સર્જાતાં ટ્રાન્સપ્લાન્ટ જરૂરી હતું
રિઝવાનની સારવાર કરનાર ડૉક્ટર સંદીપ અટ્ટવાર જણાવે છે કે રિઝવાન સારકોઇડોસિસ નામની બીમારથી પીડિત હતો. આ બીમારીને લીધે રિઝવાનનાં ફેફસાં ખરાબ થઈ ગઈ હતાં. એવામાં તેને કોરોનાનું સંક્રમણ થયું.

ફેફસાં ડેમેજ થઈ જવા પર શરીરમાં ઓક્સિજનની ડિમાન્ડ વધી. રિઝવાનનાં ફેફસાં સાથે મેળ ખાતો હોય એવો દર્દી કોલકાતામાં મળ્યો. આ દર્દી બ્રેન ડેડ જાહેર થયો હતો.

નવું જીવન મેળવી ખુશ છું
ડૉક્ટર સંદીપના જણાવ્યા અનુસાર, આ ટ્રાન્સપ્લાન્ટ મુશ્કેલ હતું, પરંતુ એ સફળ રહ્યું. હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ દર્દીનું મોનિટરિંગ થઈ રહ્યું છે. 6 મહિના સુધી વધારે સારસંભાળ લેવાની જરૂર છે. રિઝવાન કહે છે, મને કોઈ આશા નહોતી કે સર્જરી બાદ મને નવું જીવન મળશે. હું નવું જીવન મેળવી ખુશ છું.

ટ્રાન્સપ્લાન્ટ કરવાનો 24 વર્ષનો અનુભવ
ડૉક્ટર સંદીપ છેલ્લાં 24 વર્ષથી ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી રહ્યા છે. અત્યારસુધીમાં તેમણે 12 હજાર હાર્ટ સર્જરી કરી છે. આ સિવાય 250 જેટલાં હાર્ટ, લંગ્સ અને ઈમ્પ્લાન્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યાં છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો