તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Coronavirus Ayurveda Immunity | Coronavirus Mulethi Is Great For Immunity; Know What Is The Benefit Of Licorice

ઈમ્યુનિટી વધારનાર જેઠીમધના ફાયદા:મોઢામાં ચાંદા અથવા ગળુ બેસી ગયું હોય તો જેઠીમધથી રાહત મળશે, પેટની સમસ્યામાં પણ રાહત મળશે; જાણો જેઠીમધના ફાયદાઓ

13 દિવસ પહેલા
  • વારંવાર યુરિન આવે તો જેઠીમધનો પાવડર દૂધ સાથે પીવાથી ફાયદો થાય છે
  • જેઠીમધનું સેવન કરવાથી માસિક સ્ત્રાવ નિયમિત કરી શકાય છે

ચોમાસું પૂરું થયું છે અને હવે ઠંડીની શરૂઆત થઈ છે. વાતાવરણમાં ફેરફાર આવતાં જ ગળામાં અનેક પ્રકારની સમસ્યા થાય છે. ગળું સૂકાઈ જવું, દુખાવો અને અવાજ બેસી જવા જેવી સમસ્યા થાય છે. જેઠીમધનો ઉપયોગ કરી આ સમસ્યા દૂર કરી શકાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. જાણો જેઠીમધનો ઉપયોગ કયારે કરી શકાય છે...

1. મોઢાના ચાંદા દૂર કરે છે
જેઠીમધનો નાનો ટુકડો મોંઢામાં રાખીને ચૂસવાથી ચાંદા દૂર થાય છે. તેના પાવડરને મધમાં ભેળવી સેવન કરવાથી પણ રાહત મળે છે.

2. ગળાની સમસ્યા દૂર થાય છે
ગળામાં સોજો, ઈન્ફેક્શન, ગળું સૂકાઈ જાય તો જેઠીમધ ચૂસવાથી ફાયદો થાય છે. તેનાથી મોઢાંની અને ગળાની અનેક સમસ્યા દૂર થાય છે.

3. યુરિન ઈન્ફેક્શનમાં રાહત
યુરિનમાં બળતરાં અને વારંવાર યુરિન આવે તો જેઠીમધ તેનો સારો ઉપાય છે. તેના માટે 2થી4 ગ્રામ જેઠીમધનો પાવડર ગરમ દૂધ સાથે લો. તેનાથી ફાયદો થાય છે.

4. પેટની સમસ્યા દૂર થશે
પેટ અને આંતરડાં મરોડાઈ જાય તો જેઠીમધનો પાવડર મધ સાથે દિવસમાં 2થી 3 વાર લો. પેટમાં દુખાવો, સોજો અને ખેંચાણ દૂર થશે.

5. માસિકની સમસ્યા સુધારશે
5 ગ્રામ જેઠીમધનો પાવડર થોડા મધમાં ઉમેરી તેની ચટણી જેવું બનાવી લો. તેનું સેવન કરી ઉપરથી ઠંડું દૂધ થોડું થોડું પીવાથી માસિક સ્ત્રાવ નિયમિત થઈ જાય છે. દૂધમાં સાકર પણ ઉમેરી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો