તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાએ સ્માર્ટફોનની લત લગાવી:કોરોનાકાળમાં ભારતીયોનો સ્ક્રીન ટાઈમ 4 કલાકથી વધારે થયો તો 66% લોકોને ઓનલાઈન રહેવાની લત લાગી

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળમાં 66% ભારતીયોને ઓનલાઈન રહેવાની લત લાગી ગઈ છે. ભારતીયો દરરોજ સરેરાશ 4.4 કલાક સ્ક્રીન ટાઈમમાં પસાર કરે છે. આ દાવો સાયબર સિક્યોરિટી ફર્મ નૉટર્ને તેના સર્વેમાં કર્યો છે. સર્વે પ્રમાણે, ઓનલાઈન ક્લાસિસ અને વર્ક ફ્રોમ હોમ સિવાય 82% લોકો મોબાઈલ સ્ક્રીન પર સમય પસાર કરી રહ્યા છે. કોરોનાકાળમાં સ્ક્રીન ટાઈમ વધ્યો છે. વયસ્કો માટે સ્માર્ટફોન સૌથી કોમન ડિવાઈસ બન્યું છે. 84% વયસ્કો તેના સાથે ઘણો સમય પસાર કરી રહ્યા છે.

ઓનલાઈન રહેવાની આદત કેટલી ખરાબ છે તેનાથી શરીર પર શું અસર થાય છે અને તેનાથી કેવી રીતે દૂર રહેવું આવો જાણીએ...

સર્વેની 4 મુખ્ય વાતો

  • કોરોનાકાળમાં દેશના લોકો સ્માર્ટફોન પર વધારે સમય પસાર કરી રહ્યા છે. તેને સમજવા માટે સાયબર સિક્યોરિટી ફર્મ નોટર્ને સર્વે કર્યો. તેમાં 1 હજાર લોકોનો ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો. સર્વેમાં 74% એવા વયસ્કોએ સ્વીકાર્યું કે તેઓ જેટલો સમય ગેજેટ્સની સ્ક્રીન પર પસાર કરી રહ્યા છે તેનાથી તેમનાં શરીરને નુક્સાન થઈ રહ્યું છે.
  • સર્વેમાં 55% લોકોનું માનવું છે કે, આ આદત તેમનાં મગજ પર અસર કરી રહી છે. સર્વે કરનારી કંપનીમાં સેલ્સ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર રિતેશ ચોપડા કહે છે કે, મહામારીમાં ગેજેટ્સનો ઉપયોગ વધ્યો છે તે વાત સ્પષ્ટ રીતે સમજી શકાય છે. તેવામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. લોકોએ પોતાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખતાં ઓનલાઈન અને ઓફલાઈન લેવલ બેલેન્સ કરવું જોઈએ.
  • 40% લોકો માને છે કે તેમને સ્માર્ટ હોમ ડિવાઈસ વિશે સંપૂર્ણ માહિતી નથી. તો 35% લોકોનું માનવું છે કે સ્માર્ટ હોમ ડિવાઈસ મેકર ગ્રાહકોના ડેટાનો ઉપયોગ કરતાં હોવાથી તેની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે.
  • રિતેશ ચોપડાનું કહેવું છે કે, ઓનલાઈનનું વલણ વધતાં સાયબર ક્રાઈમના કેસ પણ વધી રહ્યા છે. યુઝર્સે સાવચેતી રાખવાની જરૂર છે. કોઈ પણ જાતની સુવિધા લેવા માટે સિક્યોરિટી સાથે કોમ્પ્રોમાઈઝ ન કરવું જોઈએ.