તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Corona Positive Bride Set A Precedent, Groom Standing Near Window And Using Ribbon Added An Age Old Relationship

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિક વેડિંગ:કોરોના પોઝિટિવ ક્વોરન્ટીન દુલ્હને બારીમાં ઊભા રહીને રિબિનની મદદથી મેરેજ કર્યા, 40 મહેમાનોએ કારમાં બેસીને સેરેમની જોઈ

5 મહિનો પહેલા

અમેરિકાના કેલિફોર્નિયામાં એક કપલે ક્વોરન્ટીનમાં રહીને લગ્ન કર્યા. ઓન્ટેરિયોના રહેવાસી પેટ્રિક ડેલગોડો અને લોરેને લગ્ન માટે ખાસ તૈયારીઓ કરી હતી, પણ લગ્નના ત્રણ દિવસ પહેલાં લોરેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. પેટ્રિકે લગ્ન કેન્સલ કરવાને બદલે કોરેન સાથે ક્વોરન્ટીનમાં રહીને જ લગ્ન કર્યા.

લગ્ન દરમિયાન દુલ્હન પ્રથમ ફ્લોરની બારી પાસે બેઠી અને નીચે દુલ્હો ઊભો રહ્યો. બંનેએ એકબીજાને 32 ફૂટની રિબિનની મદદથી બાંધીને રાખ્યા. રિબિન દ્વારા જ તેમણે રિંગ એક્સચેન્જ સેરેમની પણ કરી. આની પહેલાં પણ બંનેના લગ્ન કેન્સલ થઇ ચૂક્યા હતા પણ આ વખતે તેઓ લગ્ન કેન્સલ કરવા માગતા નહોતા. લગ્નમાં 40 મહેમાનો સામેલ થયા. તેમાં 10 મહેમાનોએ સેરેમની એટેન્ડ કરી અને બાકીના લોકોએ સોશિયલ ડિસ્ટન્સ ધ્યાનમાં રાખીને કારમાં બેસીને સેરેમની જોઈ.

મે, 2019માં આ કપલે સગાઈ કરી હતી. સોશિયલ મીડિયા પર લોકો આ કપલના વખાણ કરી રહ્યા છે. લોરેને કહ્યું, જ્યારે હું દુલ્હન બનીને બારીએ ઊભી હતી ત્યારે મને લાગતું હતું કે હું એક પરી છું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો