• Home
  • Lifestyle
  • Corona death risk in children is very low, mild symptoms appear after infection researchers claim

બાળકો અને કોરોના કનેક્શન / બાળકોમાં કોરોનાથી મૃત્યુનું જોખમ ઘણું ઓછું, સંક્રમણ બાદ હળવા લક્ષણો જોવા મળે છે- સંશોધકોનો દાવો

X

  • બ્રિટન, યુરોપ, સ્પેન અને ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ 3થી 18 વર્ષના 585 કોરોના પીડિતો પર રિસર્ચ કર્યું
  • રિસર્ચ અનુસાર, 62% દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, 8% દર્દીઓને ICUમાં દાખલ કરવા પડ્યા
  • 92% બાળકોમાં કોરોનાના કોઈ લક્ષણ જ જોવા મળ્યા ન હતા

દિવ્ય ભાસ્કર

Jun 28, 2020, 04:11 PM IST

વિશ્વભરમાં કોરોનાવાઈરસનો આંકડો 1 કરોડને આરે છે. તેમાં બાળકો પણ સામેલ છે. તાજેતરના એક રિસર્ચ અનુસાર, બાળકોમાં સંક્રમણથી મૃત્યુનું જોખમ ઘણું ઓછું છે. બ્રિટન, યુરોપ, સ્પેન અને ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ 3થી 18 વર્ષના 585 કોરોના પીડિતો પર રિસર્ચ કર્યું હતું. આ રિસર્ચ 1થી 24 એપ્રિલ વચ્ચે 82 હોસ્પિટલના દર્દીઓ પર કરવામાં આવ્યું હતું. તે સમયે યુરોપમાં કોરોના વાઈરસનો કહેર ખૂબ હતો. રિસર્ચ મુજબ, 62% દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને માત્ર 8% દર્દીઓને ICUમાં દાખલ કરવા પડ્યા હતા.

સંક્રમણથી બાળકો સામાન્ય રીતે જ બીમાર પડ્યા
આ રિસર્ચ ‘ધ લાન્સેટ’ નામની પ્રખ્યાત મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયું છે. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના સંશોધક માર્ક ટેબ્રુગેનું કહેવું છે કે, આ રિસર્ચ જણાવે છે કે બાળકો અને કિશોરોમાં કોરોનાની સ્થિતિ શું છે. તેમને કોરોનાથી મૃત્યુનું જોખમ ઓછું છે. મોટે ભાગે બાળકો સામાન્ય રીતે જ બીમાર પડે છે.

50%ને રેસ્પિરેટરી ટ્રેક્ટનું સંક્રમણ થયું

  • સંશોધકો અનુસાર ,ICUમાં દાખલ કરવા પડ્યા હોય તેવા બાળકોની સંખ્યા ઓછી છે. રિસર્ચમાં સામેલ બાળકોમાંથી 25% પહેલાંથી જ કોઈ બીમારીથી પીડિત હતા.
  • 379 દર્દીઓમાં તાવ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. આશરે 50% દર્દીઓને રેસ્પિરેટરી ટ્રેક્ટમાં સંક્રમણ થયું હતું. તેમાંથી માત્ર 25% ન્યૂમોનિયાથી પીડિત હતા.
  • 22% દર્દીઓને પેટથી જોડાયેલી સમસ્યા હતી. 582માંથી 40 દર્દીઓને શ્વાસ સંબંધિત કોઈ સમસ્યા ન હતી.
  • 92% બાળકોમાં કોરોનાના કોઈ લક્ષણ જ જોવા મળ્યા ન હતા. રિસર્ચમાં સામેલ બાળકોમાંથી 87% બાળકોને ઓક્સિજન આપવાની જરૂર પડી હતી.

4 દર્દીઓનાં મૃત્યુ થયાં
રિસર્ચમાં સામેલ બાળકોમાંથી 25 બાળકો વેન્ટિલેટર પર હતા તેમાંથી 4 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમાંથી 2 બાળકોને અન્ય બીમારી પણ હતી. મૃત્યુ પામનાર બાળકોની ઉંમર 10 વર્ષથી ઓછી હતી.

કોરોનાની સ્થિતિ દેશ પ્રમાણે અલગ અલગ
સ્પેન યુનિવર્સિટી હોસ્પિટલના સંશોધક બેગોના સેટિયાગો-ગાર્સિયાના જણાવ્યા અનુસાર, રિસર્ચના પરિણામ ઠંડાં વાતાવરણમાં કોલ્ડ અને ફ્લૂ ઈન્ફેક્શનને લીધે ઓછા સાબિત થશે. રિસર્ચ સમયે મોટાં સ્તરે રિસર્ચ ન થઈ શક્યું તેથી હળવા લક્ષણોવાળા બાળકોનું ટેસ્ટિંગ ન થઈ શક્યું. અલગ અલગ દેશોમાં કોરોના વાઈરસનાં કનેક્શનની સ્થિતિ અલગ અલગ છે. તેની કોઈ ચોક્કસ પદ્ધતિ ન હોવાને કારણે આટલી મોટી જનસંખ્યા પર રિસર્ચના પરિણામો સામે લાવવા મુશ્કેલ હોય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી