તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેરેસ્ટ ઓફ રેર:જન્મ સમયે બાળકનાં શ્વાસ કે ધબકારા ચાલુ નહોતાં, ડૉક્ટર્સે કુલિંગ થેરપીથી જીવ બચાવ્યો, જન્મની 11 મિનિટ પછી શ્વાસ લીધો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોમાં આવી સ્થિતિ પ્રેગ્નન્સી દરમિયાન માતામાં બ્લડ સર્ક્યુલેશનની અછતને લીધે થાય છે
  • MRIમાં બધું નોર્મલ આવતા બાળકને હોસ્પિટલમાંથી રજા આપી

બેંગલુરૂની રેન્બો હોસ્પિટલમાં એક ચોંકાવનારો કેસ આવ્યો છે. થોડા સમય પહેલાં જન્મેલા નવજાત બલકે દુર્લભ બીમારીને માત આપી છે. જન્મ સમયે આ બાળકના શ્વાસ ચાલતા નહોતા, ધબકારા નહોતા ચાલતા કે રડ્યું પણ નહોતું. જન્મની 11 મિનિટ સુધી શરીરમાં કોઈ હલન-ચલન ના દેખાઈ, પણ ડૉક્ટરે હાર ના માની અને કુલિંગ થેરપીની મદદથી બાળકનો જીવ બચાવવામાં સફળ રહ્યા.

નાજુક સ્થિતિ હતી
હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડૉ. પ્રદીપ કુમારે જણાવ્યું, જન્મ પછી થતી તપાસ (APGAR score)માં ખબર પડી કે બાળકની સ્થિતિ ઘણી નાજુક છે. સૌપ્રથમ રિસસિટેશમ ટેક્નિકથી 1 મિનિટ સુધી તેના ધબકારા શરુ થયા અને પછી નોર્મલ થયા, પરંતુ પ્રથમવાર શ્વાસ લેવામાં 11 મિનિટનો સમય લાગ્યો.

APGAR score શું છે?
આ એક પ્રકારનો ટેસ્ટ છે જે બાળકના જન્મ પછી તરત જ કરવામાં આવે છે. તપાસની મદદથી બાળકના હાર્ટ રેટ, માંસપેશીઓની મજબૂતી સહિત શરીરમાં અન્ય અંગોની સ્થિતિ જોવામાં આવે છે. આ ટેસ્ટ જન્મની 1 મિનિટ અને 5 મિનિટ પછી કરવામાં આવે છે.

આવું શા કારણે થાય?
ડૉ. પ્રદીપે આ સ્થિતિ વિશે કહ્યું, બાળકની એક દુર્લભ બીમારી હતી, આવા કેસ માત્ર 2% બાળકોમાં જ હોય છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને હાઈપોક્સિક ઇસ્કેમિક એનસેફેલોપેથી સ્ટેજ-2 કહેવાય છે. ડૉક્ટર્સની ટીમે થેરાપ્યુટિક હાઈપોથર્મિયા મેથડની મદદથી નવજાતની સારવાર કરી. તેને કુલિંગ થેરપી પણ કહેવાય છે. બાળકોમાં આવી સ્થિતિ પ્રેગ્નન્સી દરમિયાન માતામાં બ્લડ સર્ક્યુલેશનની અછતને લીધે થાય છે. માતાની આ અછતની અસર ગર્ભનાળથી બાળક પર પડે છે અને તેમાં ઓક્સિજનની અછત થાય છે.

બાળ રોગના એક્સપર્ટ ડૉ. સુષમા કલ્યાણે કહ્યું, બાળકને અમે 72 કલાક સુધી ઠંડા વાતાવરણમાં રાખ્યું. એ પછીના 12 કલાક ટેમ્પરેચર ધીમે-ધીમે વધાર્યું. આ દરમિયાન તેના શરીરની દરેક એક્ટિવિટી પર ધ્યાન રાખ્યું. MRIમાં બધું નોર્મલ આવતા બાળકને હોસ્પિટલમાંથી રજા આપી. હાલ તેની અને માતાની તબિયત સારી છે.

અન્ય સમાચારો પણ છે...