• Gujarati News
  • Lifestyle
  • Constable Khabakyo Nala With Wife And Scooter, People Said, 'world Class Underground Parking'

વાઇરલ વીડિયો:પત્ની અને સ્કૂટર સાથે કોન્સ્ટેબલ ખાબક્યો નાળામાં, લોકોએ કહ્યું કે, 'વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ'

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશના અલીગઢથી એક ચોંકાવનારો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. એક દંપતી હોસ્પિટલથી પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન સ્કૂટર સહિત દંપતી નાલામાં ગરકાવ થઇ ગયા હતા. વરસાદને કારણે નાળામાં પાણી ભરાઈ જવાને કારણે નાળું દેખાયું ના હોય આ દુર્ઘટના ઘટી હતી. આ સ્કૂટર ઉત્તરપ્રદેશ પોલીસનો એક કોન્સ્ટેબલ ચલાવી રહ્યો હતો.

થોડા સમય માટે પતિ-પત્ની થયા ગાયબ
કોન્સ્ટેબલ રસ્તાની બાજુમાં આવેલા ક્લિનિકમાં જવા માટે ગયા ત્યારે સ્કૂટર નાળામાં ખાબક્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે થોડા સમય માટે કોન્સ્ટેબલ, તેની પત્ની અને સ્કૂટર ગટરમાં ગાયબ થઈ ગયા હતા. માહિતી મળી રહી છે કે આ દુર્ઘટના બાદ તે જ ક્લિનિકમાં આવેલી અન્ય એક મહિલા ગટરમાં પડી ગઈ હતી.

લોકોએ બચાવ્યો જીવ
આ અકસ્માત થતાં જ ત્યાં હાજર લોકોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી નાગરિકોએ કોન્સ્ટેબલ અને તેની પત્નીને ખેંચીને તેનો જીવ બચાવ્યો. બાદમાં અન્ય લોકોની મદદથી સ્કૂટર બહાર કાઢવામાં આવ્યું હતું.

વીડિયો વાઇરલ થતા જ આપ્યું અજબ-ગજબ રિએક્શન
અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. લોકો આના પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાક તેને ઉત્તર પ્રદેશના 'કથિત વિકાસ' સાથે જોડી રહ્યા છે, તો કેટલાક તેને માત્ર અકસ્માત ગણાવી રહ્યા છે.

ટ્વિટર પર એક યુઝરે મજાકમાં લખ્યું હતું કે, 'વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, જય હો બાબા કી..'