તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્સર ડિટેક્ટર:ટોઇલેટ સીટ પર મૂકેલા કેમેરાથી કેન્સર છે કે નહિ તે ખબર પડશે, મળનાં સ્કેનિંગ પછી રિપોર્ટ મોબાઈલ પર મળશે

11 દિવસ પહેલા

ટોઇલેટમાં મૂકેલા કેમેરાથી હવે આંતરડાંનાં કેન્સરની ખબર પડી શકે છે. વૈજ્ઞાનિકોએ સિક્કાથી પણ નેનો કેમેરા બનાવ્યો છે તે મળનું સ્કેનિંગ કરશે. તેમાં બ્લડ ડ્રોપ્સ દેખાશે તો પણ તે અલર્ટ કરશે. મળમાં રક્ત એ આંતરડાંનાં કેન્સરનું એક લક્ષણ છે. કેમેરા બનાવનારા બ્રિટિશ વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ 90% સટીક રિઝલ્ટ આપે છે.

મોબાઈલ એપ સાથે કેમેરા કનેક્ટ રહેશે
આ કેમેરા મોબાઈલ એપ દ્વારા કનેક્ટ રહે છે. મળનાં સ્કેનિંગ દરમિયાન કેન્સરના લક્ષણ દેખાય તો કેમેરા ગણતરીની મિનિટમાં જાણકારી આપશે. આ રિપોર્ટ ડૉક્ટર સાથે શેર કરી શકાશે. લક્ષણની પુષ્ટિ થતા કોલોનાસ્કોપી કરી શકાશે અને કેન્સરને એડવાન્સ સ્ટેજ સુધી જતા પણ અટકાવી શકાશે.

50 વર્ષ પછી દર 20માંથી એક વ્યક્તિને આંતરડાંનું કેન્સર
બ્રિટનમાં કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે, દર વર્ષે બ્રિટનમાં આંતરડાંનાં કેન્સરથી 16 હજાર લોકોનાં મૃત્યુ થાય છે. 50 વર્ષથી વધુ ઉંમરના દર 20માંથી એક માણસને આંતરડાંનું કેન્સર હોય છે.

ડિવાઇસ આ રીતે કામ કરે છે

  • આ કેમેરાને ટોઇલેટ સીટમાં ફિટ કરી શકાય છે, તેની મદદથી સ્કેનિંગ થાય છે.
  • ચેકિંગ માટે ટોઇલેટ જતા પહેલાં સ્માર્ટફોનમાં આ કેમેરાની મદદથી એપ ખોલવી પડશે.
  • આ ઓટોમેટિકલી કેમેરાથી કનેક્ટ થઇ જશે. હવે કેમેરા ઓપ્ટિકલ ઇમેજિંગ દ્વારા મળનું સ્કેન કરશે.
  • કેમેરામાંથી નીકળતી વેવલેન્થ લાઈટથી મળમાં હાજર બ્લડની તપાસ થશે.
  • ચેક કર્યાને થોડી જ મિનિટમાં એપ પર રિપોર્ટ આવી જશે.

મોટા આંતરડાંનું કેન્સર શું છે?
આને બૉવેલ કેન્સર પણ કહેવાય છે. ફેફસાંના કેન્સર પછી મોટાભાગના લોકો આનાથી જ મરે છે. ઘણીવાર ડાયેરિયા થવાથી મળમાં રક્ત પડે છે તો આ એક આંતરડાંનાં કેન્સરનું લક્ષણ હોય શકે છે. કોઈ પણ કારણ વગર વજન ઘટવું કે પેટમાં દુખાવો પણ કેન્સરનો ઈશારો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો