• Home
  • Lifestyle
  • Health
  • Coffee is more harmful to health than 6 cups during the day, which can increase the risk of heart disease

રિસર્ચ / દિવસ દરમિયાન 6 કપથી વધારે કોફી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેનાથી હૃદય રોગનો ખતરો વધી શકે છે

divyabhaskar.com

May 15, 2019, 10:20 AM IST
Coffee is more harmful to health than 6 cups during the day, which can increase the risk of heart disease
X
Coffee is more harmful to health than 6 cups during the day, which can increase the risk of heart disease

હેલ્થ ડેસ્કઃ સામાન્ય રીતે  કોઇપણ વ્યક્તિના દિવસની શરૂઆત ચા કે કોફી જેવા પીણાંથી થતી હોય છે. મોટાભાગની વ્યક્તિ દિવસ દરમિયાન બે કે ત્રણ વખત જ પીતી હોય છે. પરંતુ જે વ્યક્તિ ઓફિસમાં કામ કરતી હોય છે, તે પોતાના કામમાં મગ્ન કે સ્ટ્રેસના કારણે 7-8 કપ કોફી પી જતી હોય છે. હકીકતમાં તેઓને ખબર જ નથી હોતી કે કોફી પીવાનું પણ એક પ્રમાણ હોય છે. એક દિવસમાં કેટલા કપ કોફી પી શકાય? આ સવાલ પર સાઉથ ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીએ રિસર્ચ કર્યું છે. સંશોધકોનો દાવો છે કે,`દિવસ દરમિયાન 6થી વધારે કપ કોફી પીવી સ્વાસ્થ માટે હાનિકારક છે. 6થી વધારે કપ કોફી પીવાથી 22 ટકા સુધી હૃદયરોગના હુમલાની શક્યતા વધી જાય છે.'

સાડા ત્રણ લાખ લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું છે

1.

લાંબા સમય સુધી કોફી પીવા અને હૃદય રોગો સાથે તેનો સંબંધ જાણવા માટે શોધકર્તાએ રિસર્ચ કર્યું છે. સંશોધકોએ લંડન ખાતે 37થી 73 વર્ષની ઉંમરના 3,47,077 લોકો પર રિસર્ચ કર્યું છે. શોધ દરમિયાન જાણવા મળ્યું કે,`કેફીન-મેટાબોલિજિંગને કેફીન કેવી રીતે નિયંત્રિત કરે છે. પરિણામે સ્વરૂરપે સાબિત થયું કે કોફી શરીરના કાર્ડિયોવેસ્કુલર સિસ્ટમ પર નકારાત્મક અસર છોડે છે.'

2.

શોધકર્તા અનુસાર, વધારે પડતી માત્રામાં કેફીનનું સેવન કરવાથી હાઇ બ્લડ પ્રેશર અને હૃદય રોગનું કારણ બની શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)નું કહેવું છે કે, `હૃદય રોગથી સૌથી વધારે વ્યક્તિઓ મૃત્યુ પામે છે, પરંતુ આ બીમારીને રોકી શકાય છે. આમ પહેલી વખત કોઇ સંશોધકોએ કોફીની વધારે માત્રા અને હૃદય રોગો વચ્ચે સંબંધ સ્પષ્ટ કરી અને થતાં નુકસાનની શોધ કરી છે.'

3.

શોધકર્તા અલિના હાયપોનેન મુજબ, `દુનિયાભરમાં મોટાભાગના લોકો કોફી વધારે પીવી પસંદ કરે છે. દિવસની શરૂઆતમાં એનર્જી મેળવવા માટે લોકો કોફી પીવે છે. પરંતુ લોકોને ખબર જ નથી હોતી કે કેટલી કોફી પીવી જોઇએ અને આ સવાલનો જવાબ તેમને મળતો નથી.' અલિનાનું કહેવું છે,`મોટાભાગના લોકોનું માનવું છે કે જો કોફી પીવે છે, તે વ્યક્તિ પોતાના સ્વભાવમાં થોડું ચિડિયાપણું અનુભવે છે. તેનું કારણ છે કોફીમાં કેફીન હોય છે, જે તમારા શરીરમાં વધારે ઝડપી અને દ્રઢતા સાથે કામ કરવાની પ્રેરણા આપે છે તેથી જો ઝડપથી કામ કે પોતે જે રીતે કરે છે તે અનુસાર કામ ન થાય તો તે ચિડાઇ જાય છે. જો આમ થઇ રહ્યું છે તો સમજવું કે તમારું શરીર કેફીનના હાઇ લેવલ સુધી પહોંચી ગયું છે.'

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી