• Gujarati News
  • Lifestyle
  • Climbing The Tower, The Woman Was Begging Her Husband For A Baby, When The Bees Stung Her

મહિલા બની 'શોલે કી વીરુ':ટાવર પર ચઢીને મહિલા તેના પતિ પાસે માગી રહી હતી બાળક, મધમાખીઓ કરડી ત્યારે નીચે ઉતરી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડની આઇકોનિક ફિલ્મ 'શોલે'માં બસંતીના પ્રેમ માટે વીરુ ટાવર પર ચડી જાય છે. આખું ગામ વીરુને ટાવર પરથી નીચે ઉતારવા માટે કહી રહ્યું છે. આવી જ કંઈક ઘટના કેરળમાં બની છે. કેરળનાં સમુદ્રી વિસ્તાર અલપ્પુઝાના કાયમકુલમમાં એક મહિલા તેના બાળકને સાથે રાખવા માટે ટાવર પર ચઢી ગઈ હતી.

મહિલાનો પતિ તેના બાળકને સાથે લઇ ગયો હોય તે આ વાતને લઈને નારાજ હતી અને વારંવાર બાળકને પરત આપવાની માંગ કરી રહી હતી. આ બાદ BSNLના ટાવર પર ચઢીને આત્મહત્યાની ધમકી આપી રહી હતી. ટાવર પર ચઢ્યા બાદ પણ વારંવાર બોલી રહી હતી કે, બાળક પાછું આપી દો, નહીં તો હું ટાવર પરથી કૂદી જઈશ.

મધમાખીઓના આંતકે મહિલાનો જીવ બચાવ્યો
ટાવર પર ચડતા સમયે મહિલાએ મધમાખીના એક ઝુંડને અડી ગઈ હતી જેના કારણે મધમાખીઓ મહિલાને ચારેબાજુથી ઘેરી લીધી હતી. મધમાખીના હુમલાથી મહિલા ગભરાઈ ગઈ હતી અને ટાવર પરથી નીચે ઉતારવા લાગી હતી. મહિલા જેવી જમીનની નજીક પહોંચી ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા રાખવામાં આવેલી સુરક્ષા જાળી પર કૂદી ગઈ હતી.

પોલીસે કહ્યું કે, મધમાખીઓનાં કારણે જીવ બચ્યો
પોલીસ અને ફાયરબ્રિગેડનાં જવાનોએ મહિલાને ટાવર પરથી નીચે ઉતારવા માટે ઘણી કોશિશ કરી હતી પરંતુ બધી અસફળ રહી હતી. મહિલા કોઈ વાત સાંભળવા માટે તૈયાર જ ના હતી. પરંતુ જયારે મધમાખીઓએ કરડવાનું શરૂ કર્યું ત્યારે મહિલા ટાવર પરથી નીચે ઉતરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મધમાખીઓએ જ મહિલાનો જીવ બચાવ્યો હતો નહીં તો મહિલા કોઈની વાત સાંભળવા માટે તૈયાર જ ના હતી. હાલ તો મહિલાની હાલત નોર્મલ છે. પોલીસ મહિલાનાં બાળક અને પતિને મળવાનો પ્રયાસ કરી રહી છે.

ટાવર પર ચડવા પર ફરિયાદ દાખલ થઇ શકે છે
મોબાઈલ ટાવર, વીજળી ટાવર પર ચઢીને જીવ આપવાના ઈરાદે પોલીસ અનેક કલમો હેઠળ કેસ નોંધી શકે છે ટાવર પર ચઢીને આત્મહત્યાનો પ્રયાસ કરવા, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા, અશાંતિ ફેલાવવી, કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરવા વગેરે માટે કેસ નોંધી શકાય છે. આવા અનેક કેસમાં પોલીસે કેસ નોંધી ચુકી છે.

બેરોજગાર યુવક લગ્નની માંગને લઈને ટાવર પર ચડ્યો
ગત વર્ષે કરનાલમાં દારૂના નશામાં એક યુવક લગ્નની માંગણી કરીને મોબાઈલ ટાવર પર ચઢ્યો હતો. લગભગ 3 કલાક સુધી યુવક ટાવર પર ચઢતો રહ્યો અને જલ્દી લગ્ન કરવાની જીદ કરતો રહ્યો. તેણે કહ્યું કે જો તેના લગ્ન નહીં થાય તો તે ટાવર પરથી કૂદી જશે. લોકોએ તેને ખૂબ સમજાવ્યો હતો કે, તું દારૂ છોડી દે અને પૈસાની બચત કર પછી તારા લગ્ન કરાવી દઈશું. કલાકો બાદ યુવક ટાવર પરથી નીચે ઉતરી ગયો હતો.