ક્લાઈમેટ ચેન્જથી મહિલાઓની વિરુદ્ધ ઘરેલુ હિંસા વધી રહી છે. આ ખુલાસો તાજેતરમાં એક રિસર્ચમાં થયો છે. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, પુર, દુષ્કાળ, વાવાઝોડા જેવી એક્સ્ટ્રીમ વેધરની ઘટનાઓ પછી મહિલાઓ અને યુવતીઓની વિરુદ્ધ હિંસાની સાથે જ જાતીય શોષણના કેસમાં વધારો થયો છે.
ધ લાન્સેટ પ્લેનેટરી હેલ્થ જર્નલમાં પ્રકાશિત આ રિસર્ચમાં પાંચ મહાદ્વીપોને સામેલ કરવામાં આવ્યા. રિસર્ચ કરનાર સાઈમન ફ્રેઝર યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સારાએ જણાવ્યું કે, જ્યારે આપણે જળવાયુ પરિવર્તનની અસરો વિશે વિચારીએ છીએ, ત્યારે મુશ્કેલ બાબતો યાદ કરીએ છીએ, પરંતુ કેટલાક અન્ય છુપાયેલા પરિણામો પણ છે, જે સરળતાથી દેખાતા નથી અથવા તેના પર સરળતાથી સ્ટડી નથી કરી શકાતી. તેમાં સામેલ છે જેન્ડર આધારિત હિંસા.
ક્લાઈમેટ ચેન્જથી લોકોમાં અસમાનતા વધે છે
આર્થિક મુશ્કેલી, સામાજીક અસ્થિરતા, ખરાબ વાતાવરણ અને તણાવ જેવી વસ્તુઓના કારણે હિંસા વધે છે. એક રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે, કેટરિના વાવાઝોડા પછી નવી માતાઓને પુરુષો દ્વારા મારવાની સંભાવના આઠ ગણી વધારે હતી. ઉપ-સહારા આફ્રિકા સાથે સંબંધિત પાંચ સંશોધનમાં સામે આવ્યું કે, દુષ્કાળ પડવા પર શારીરિક શોષણ, બાળ વિવાહ, દહેજ, હિંસા અને સ્ત્રી-હત્યા જેવા મામલા વધ્યા છે.
એક્સ્ટ્રીમ વેધરથી તણાવની સ્થિતિ પેદા થઈ રહી છે
એક્સ્ટ્રીમ વેધરની ઘટના લોકોને ભારે તણાવમાં મૂકી શકે છે. હંમેશાં આવી હિંસાને પ્રોત્સાહન મહિલા-પુરુષ અસમાનતાને કારણે મળે છે. આવું ન થવા પર મહિલાઓની સ્થિતિ નબળી થવા લાગે છે. ઉદાહરણ તરીકે, એક પરિવાર પુર પછી ખર્ચો ઓછો કરવા માટે દીકરીના લગ્ન વહેલા કરાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.