તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Climate Change Could Make Us SMALLER: Rising Temperatures Drive The Evolution Of Smaller Human Bodies – And Brains, Study Warns

ચોંકાવનારું રિસર્ચ:ક્લાઈમેટ ચેન્જને લીધે માણસોની લંબાઈ ઘટી અને મગજ સંકોચાવા લાગ્યું, વૈજ્ઞાનિકોએ 300 જીવાશ્મોના રિસર્ચમાં ખુલાસો કર્યો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેમ્બ્રિજ અને ટબિઝેન યુનિવર્સિટીના સંશોધકોએ 300 જીવાશ્મો પર રિસર્ચ કર્યું
  • સંશોધકોના જણાવ્યા પ્રમાણે, લાખો વર્ષોથી તાપમાન જ શરીરનો આકાર બદલવામાં મોટું પરિબળ રહ્યું

ક્લાઈમેટ ચેન્જનુંસંકટ પૃથ્વીના દરેક જીવ પર તોળાઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોએ ક્લાઈમેટ ચેન્જનું નવું જોખમ જણાવ્યું છે. તેમના જણાવ્યાનુસાર, ક્લાઈમેટ ચેન્જથી માણસની લંબાઈ અન મગજનો આકાર નાનો થઈ શકે છે. છેલ્લાં લાખો વર્ષોમાં તેની અસર માણસની લંબાઈ-પહોળાઈ પર પડી છે. તેનું સીધું કનેક્શન તાપમાનથી છે. આ દાવો કેમ્બ્રિજ અને ટબિઝેન યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. જે રીતે દર વર્ષે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને ગરમી વધી રહી છે. તેવામાં વૈજ્ઞાનિકોનું આ રિસર્ચ અલર્ટ કરનારું છે.

દરેક જીવાશ્મએ ક્લાઈમેટ ચેન્જને લીધે ભોગવવું પડ્યું
રિસર્ચ માટે વૈજ્ઞાનિકોએ દુનિયાભરના માણસોના 300થી વધારે જીવાશ્મનું અવલોકન કર્યું. તેમનાં શરીર અને મગજનાં આકારની તપાસ કરી. તપાસમાં સામે આવ્યું કે માણસના જીવાશ્મએ ક્લાઈમેટ ચેન્જને કારણે ભોગવવું પડ્યું છે.

આફ્રિકામાં માણસોની પ્રજાતિ હોમોની ઉત્પત્તિ 3 લાખ વર્ષ પહેલાં થઈ હતી, પરંતુ આ તેના કરતાં પણ વધારે જૂનાં છે. તેમાં નિયંડરથલ્સ, હોમો ઈરેક્ટર, હોમો હેબિલિસ જેવી માણસોની અન્ય પ્રજાતિ સામેલ થઈ.

માણસોના વિકાસ પર ધ્યાન રાખીએ તો તેમનાં શરીર અને મસ્તિષ્કનો આકાર વધતો રહ્યો છે. વર્તમાન માણસની સરખામણીએ હોમો હેબિલિસ 50 ગણા વધારે ભારે હતા અને તેમનું મગજ 3ગણું વધારે મોટું હતું.

ક્લાઈમેટ ચેન્જે હંમેશાં શરીર પર અસર છોડી
કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર એન્ડ્રિયા મેનિકા કહે છે કે, અમારું રિસર્ચ ઈશારો કરે છે કે લાખો વર્ષોથી તાપમાન જ શરીરનો આકાર બદલવામાં મોટું પરિબળ રહ્યું છે. જે રીતે આજે ઠંડી જળવાયુ જગ્યાએ માણસનું શરીર વધે છે અને ગરમ તાપમાનમાં રહેનારા લોકોનું કદ નાનું હોય છે તે જ રીતે ક્લાઈમેટ ચેન્જે હંમેશાં શરીર પર અસર કરી છે.

તાપમાન સાથે શરીરે પોતાને એડ્જસ્ટ કર્યું
નેચર કમ્યુનિકેશન નામની સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, માણસનું શરીર અલગ અલગ પ્રકારનાં તાપમાન સાથે પોતાને એડ્જસ્ટ કરી લે છે. આશરે 11,650 વર્ષ પહેલાં માણસનું મગજ સંકોચાવાનું શરૂ થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...