આજકાલ ક્લીન ગર્લ લુક ચર્ચામાં છે. જેમાં પાંચ મેકઅપ પ્રોડક્ટનો વપરાશ કરીને ક્લીન મેકઅપ કરી શકાય છે. સોશિયલ મીડિયામાં ટ્રેંડમાં આવ્યા બાદ મેકઅપનો આ વેરિએશન હાલ ચર્ચામાં છે. આ ક્લીન ગર્લ લુક મેકઅપને 'લો ફાઈ મેકઅપ' તરીકે પણ ઓળખવામાં આવે છે. જાણીતી એક્ટ્રેસ આલિયા અને કેટરીના પણ આ લુક અપનાવી રહી છે. આ સમર લુક અને ટ્રાવેલ લુક માટે એકદમ પરફેક્ટ છે. બ્યુટી એક્સપર્ટ જૈસમિન ગુપ્તા જણાવે છે કે, તમે પણ વેકેશનમાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો તમે પણ આ લુકને અપનાવી શકો છો.
સૌથી પહેલા લગાવો સનસ્ક્રીન
ક્લીન મેકઅપ લુક માટે સૌથી પહેલાં સનસ્ક્રીન લગાવો. સન સ્ક્રીન ત્વચાને સુરજના કિરણોથી બચાવવામાં મદદ કરશે. સનસ્ક્રીન બાદ ટી-ઝોન પર થોડું પ્રાઇમર લગાવો, જેના કારણે આખો દિવસ મેકઅપ ફ્રેશ રહેશે.
મેકઅપ બેઝની યોગ્ય રીતે કરો પસંદગી
પ્રાઇમર બાદ તમે ઇચ્છો તો ફાઉન્ડેશન પણ લગાવી શકો છો. આ બાદ ડાર્ક સર્કલ્સને કવર કરવા માટે આંખની નીચે કન્સીલર લગાવો. પરફેક્ટ મેકઅપના બેઝ માટે પ્રોડક્ટ્સના પ્રોપર શેડની પસંદગી કરવી જરૂરી છે. પ્રોપર શેડની પસંદગી કરતા બાદ સ્કિન ટોનનું ખાસ ધ્યાન રાખો. જે બાદ મેકઅપ બેઝને કોમ્પેકટ પાઉડર થી સેટ કરો અને હળવું બ્લશ કરો.
આઈ મેકઅપને નેચરલ લુક જ આપો
જો તમારે નેચરલ લુક જોઈતો હોય તો આઈબ્રોને વધારે ડાર્ક કરવાની જરૂર નથી. જો તમે ઇચ્છો તો તમે ફક્ત આઇબ્રો જેલનો ઉપયોગ પણ કરી શકો છો. તમારી પાંપણ પર થોડો મસ્કરા લગાવો. ક્લીન લુક મેકઅપ માટે આ જરૂરી છે. જોકે, આ લુક માટે આઈલાઈનર અને કાજલ ના કરવી જ બેસ્ટ છે.
ટીન્ટેડ લિપ બામ અથવા ન્યુડ શેડ લગાવો
હોઠ પર ટિન્ટેડ લિપ બામનું હળવું લેયર લગાવો. આ તમારા હોઠને પોષણ આપશે અને સાથે જ થોડો રંગ પણ લાવશે. આ સિવાય ન્યૂડ શેડની મેટ લિપસ્ટિક પણ લગાવી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.